વિવાદ:ગાંધીનગર સિવિલમાં માથાકૂટ બાદ દર્દીના સગાએ ડોક્ટરનો રૂમ બહારથી બંધ કરી દેતા હોબાળો

ગાંધીનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ડોક્ટરે પોલીસને જાણ કરતાં ઘટના સ્થળે દોડી આવી હતી
  • પોલીસ-અધિકારીઓની સમજાવટથી મામલો પત્યો

ગાંધીનગર સિવિલમાં બુધવારે એક વિચિત્ર ઘટના બની હતી. સુત્રો પાસેથી મળેલી માહિતી ઓપીડીમાં એક ડોક્ટરે સગર્ભાને બહારથી સોનોગ્રાફી લખી આપી હતી. જેને પગલે સાથે આવેલા વ્યક્તિએ સિવિલમાં સોનોગ્રાફી થાય છે તો બહારથી કેમ કરાવું કહેતાં આ મામલે માથાકૂટ થઈ હતી.  હાલની પરિસ્થિતિને પગલે સગર્ભાઓને કોરોના સંક્રમણ ન થાય તે માટે અલગથી સોનાગ્રાફીની વ્યવસ્થા કરાઈ છે. ત્યારે સગર્ભા સાથે આવેલા વ્યક્તિએ સિવિલમાં જ એક્સરે વિભાગમાંથી સોનોગ્રાફી કરાવી હતી. જે ડોક્ટરને બતાવ્યા બાદ ફરી માથાકુટ થતાં રોષે ભરાયેલા વ્યક્તિએ ઓપીડીમાં બેઠેલા ડોક્ટરનો રૂમ બહારથી બંધ કરી દીધો હતો.  જે મુદ્દે સિવિલમાં હોબાળો થઈ ગયો હતો, ડોક્ટરે 100 નંબર પર ફોન કરતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ સમગ્ર મામલો સિવિલના ઉચ્ચ અધિકારી સુધી પહોંચ્યો હતો. છેલ્લે મળતી માહિતી પ્રમાણે પોલીસ અને ઉચ્ચ અધિકારીઓની સમજાવટથી સમગ્ર મામલો થાળે પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...