તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાણકારી:નિયમિત યોગ કે કસરતથી રોગ પ્રતિકારક શક્તિ વધતાં બીમારીઓ થતી નથી : કલેક્ટર

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
નહેરુ યુવા કેન્દ્ર દ્વારા આયોજિત ફ્રિડમ રનને ક્લેક્ટરે પ્રારંભ કરાવ્યો હતો. - Divya Bhaskar
નહેરુ યુવા કેન્દ્ર દ્વારા આયોજિત ફ્રિડમ રનને ક્લેક્ટરે પ્રારંભ કરાવ્યો હતો.
  • દેશની આઝાદી કેવી મુશ્કેલીથી મળી તેની કલેક્ટરે યુવાનોને જાણકારી આપી
  • આઝાદીને 75 વર્ષ પૂર્ણ થતાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે

નિયમિત યોગ અને કસરત કરવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. જેનાથી સામાન્ય બિમારીઓ થતી જ નથી. ઉપરાંત મહાબિમારીઓથી બચાવે છે તેમ જિલ્લા કલેક્ટરે નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા આયોજિત ફ્રિડમ રનના પ્રારંભ કરાવતા જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે. વધુમાં યુવાનોને દેશની આઝાદી કેટલી મુશ્કેલીથી મળી તેની પણ જાણકારી આપી હતી.

દેશને આઝાદી મળ્યાને 75 વર્ષ પૂર્ણ થતાં જ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા ફ્રિડમ રનનું આયોજન શનિવારે કરવામાં આવ્યું હતું. કલેક્ટર ડો.કુલદીપ આર્યએ દોડને નગરના સેક્ટર-23, સ્વામિનારાયણ ગુરૂકુલથી પ્રારંભ કરાવ્યો હતો. આ દોડ ઘ-૫, ચ-૫, સેકટર-૧૯ સર્કલ થઇને સરકીટ હાઉસ ખાતે પૂર્ણ થઇ હતી. આ દોડમાં ભાગલેનાર 75 યુવાનોને જીવનમાં નિયમિત કસરતથી શું ફાયદો થાય છે તેની પણ જિલ્લા કલેક્ટરે માહિતી આપી હતી.

નિયમિત યોગ અને કસરત કરવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. કલેક્ટરે યુવાનોને અપીલ કરી હતી. ત્યારબાદ દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવા માટે શહિદોએ શું શું બલિદાનો આપ્યા હતા. અંગ્રેજોની સામે કેવી કેવી લડત આપી હતી સહિતની જાણકારી યુવાનોને આપી હતી.

આથી દેશની આઝાદી કેટલી મુશ્કેલીથી મળી છે. ત્યારે દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થયા હોવાથી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી દેશમાં કરાઈ રહી છે. આ પ્રસંગે ગાંધીનગર નેહરૂ યુવા કેન્દ્રના રાજય નિર્દેશક મનિષા શાહ, નહેરૂ યુવા કેન્દ્રના જિલ્લા યુવા અધિકારી ભારતી મૌંગરા ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...