તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓડિટ:જિલ્લાની 30 સહકારી મંડળીઓ ઓડિટ નહીં કરાવે તો નોંધણી રદ થશે

ગાંધીનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગર તાલુકાની 23 મંડળીઓનો સમાવેશ કરાયો
  • મંડળીઓએ 31 ડિસેમ્બર સુધી ઓડિટ કરાવાનું રહેશે

જિલ્લામાં ગાંધીનગર તાલુકાની 23, કલોલ તાલુકાની 3, દહેગામ તાલુકાની 3 અને માણસા તાલુકાની 1 એમ મળી કુલ 30 સહકારી મંડળીઓના કોઇપણ હોદ્દદારો/સભાસદોનો સંપર્ક જિલ્લા રજિસ્ટ્રાર કચેરીને થઇ શકતો નથી.

આ તમામ સેવા સહકારી મંડળીઓના જવાબદાર કર્મચારી કે સભાસદોએ જિલ્લા રજિસ્ટ્રાર કચેરીનો સંપર્ક કરી 31 ડિસેમ્બર સુધીમાં ઓડિટ કરવાનું રહેશે. સમય મર્યાદામાં ઓડિટ ન કરાવેલ મંડળીઓને સહકારી કાયદાની કલમ-20 અન્વયે નોંઘણી રદ કરવાની પ્રક્રિયા હાથ ઘરાશે. જેમાં ગાંધીનગર તાલુકાની 23 આવી સહકારી મંડળીઓમાં ગાંધીનગર જિલ્લાના સહકારી કર્મચારી ધિરાણ ગ્રાહક સ.મં.લી, મધુરમ કન્ઝ્યુ કો.ઓ.સો.લી., ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ કર્મ. ધીરાણ ગ્રાહક સ.મં.લી., ગાંધીનગર મહિલા ધિરાણ અને ગ્રાહક સ.મં.લી, રાધિકા ક્રેડિટ સ.મં.લી, મહાગુજરાત મજૂર કામદાર સ.મં.લી. બનાસકાંઠા મજૂર કામદાર સ.મં.લી, તિરૂપતિ મજુર કામદાર સ.મં.લી., આદીનાથ મજૂર કામદાર સ.મં.લી., અંબિકા મજૂર કામદાર સ.મં.લી., જનતા બજાર ગ્રાહક સહકારી ભં.લી, જય અંબે કેરોસીન હોકર્સ ગ્રાહક સહકારી ભં.લી., શ્રી જયભવાની મહિલા ગ્રાહક સહકારી ભં.લી., જય શ્રી ઉમિયા કો.ઓ.કંઝ્યુમર્સ સ્ટો.લી., અર્બુદા મજૂર કામદાર સ.મં.લી., સોભાગ્ય મજૂર કામદાર સ.મં.લી., બી.એચ.એ.મજૂર કામદાર સ.મં.લી., વાળીનાથ મજૂર કામદાર સ.મં.લી., ધનલક્ષ્મી પિયત સહકારી મં.લી., ચામુંડા પિયત સહકારી મં.લી., વરદાયીની પિયત સહકારી મં.લી., ભાટ ગોપાલક ગણો. ખેતી સ.મં.લી., પાલજ હરિજન ગણો. ખેતી સ.મં.લી.નો સમાવેશ થાય છે. તે ઉપરાંત કલોલ તાલુકાની 3 મંડળીઓમાં નારદીપુર તેલી ઉત્પા.સહકારી મંડળી લી, ધેધુ ખેતી પાણી પુરુ પાડનારાની સ.મં.લી, પ્રગતિ ગ્રાહક સહકારી મંડળી, દહેગામ તાલુકાની મંડળીઓમાં એકતા નર્મદા પિયત સહકારી મં.લી., ધનલક્ષ્મી નર્મદા પિયત સહકારી મં.લી. અને ગુજરાત ઔધોગિક વસ્તુઓની ખરીદ વેચાણ કરનારાઓની સહકારી મંડળી લી તથા માણસા તાલુકામાં રામપુરા જુથ તમાકુ ઉત્પાદન સહકારી મંડળી લિ.નો હોદ્દદારોનો સંપર્ક થતો નથી.

અન્ય સમાચારો પણ છે...