રાજ્યમાં સિઝનનો 50% વરસાદ:8 જિલ્લામાં રેડ એલર્ટ, નવસારીમાં આફત, એરફોર્સ તહેનાત

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
નવસારીના ચીખલી તાલુકામાં કાવેરી નદી પાસે સાદકપર-ગોલવાડ ગામે NDRFની ટીમ 6B  દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી કુલ 77 લોકોને બચાવી લેવાયાં છે. - Divya Bhaskar
નવસારીના ચીખલી તાલુકામાં કાવેરી નદી પાસે સાદકપર-ગોલવાડ ગામે NDRFની ટીમ 6B દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી કુલ 77 લોકોને બચાવી લેવાયાં છે.
  • ...ઘનન ઘનન મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે,
  • 24 કલાકમાં વધુ 12 લોકોના મોત, 2 નેશનલ હાઇવે સહિત 618 રસ્તા બંધ
  • 5467 ગામોમાં વીજળી ઠપ, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં હજુ ભારે વરસાદ પડશે
  • ચીખલી પાસે પાણી ભરાતાં અમદાવાદ-મુંબઈ હાઇવે બંધ

રાજ્યમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદ સતત ચાલુ રહેતા પૂરની સ્થિતિ સર્જાઇ છે. ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે આઠ જિલ્લા જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં રેડ એલર્ટમાં છે.

પાણી નવસારી તરફ આવતા આફતની સ્થિતિ સર્જાઇ
મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે મહારાષ્ટ્રમાં પૂર્ણા નદી પરના બે ડેમ ઓવરફ્લો થતા પૂર્ણા નદીના પ્રવાહમાં વધારો થયો છે જેનું પાણી નવસારી તરફ આવતા આફતની સ્થિતિ સર્જાઇ છે. નવસારીમાં પૂરજોશથી રાહત અને બચાવની કામગીરી ચાલી રહી છે. બે ચોપર દ્વારા હાલ કામગીરી ચાલે છે વધુ બે ચોપરની માંગણી કરવામાં આવી છે.

એસડીઆરએફની 22 પ્લાટુન અને એક ટીમ ડિપ્લોય કરાઇ
​​​​​​​
અસરગ્રસ્ત જિલ્લાઓમાં એનડીઆરએફની 19 ટીમ તૈનાત છે અને 1 ટીમ રિઝર્વ રખાઇ છે. એસડીઆરએફની 22 પ્લાટુન અને એક ટીમ ડિપ્લોય કરાઇ છે. આ ટીમો દ્વારા 570 લોકોને રેસ્ક્યૂ કરાયા છે. વરસાદને કારણે છેલ્લા 24 કલાકમાં વધુ 12 લોકોના મૃત્યુ થયા છે. 7 જુલાઇથી આજદિન સુધીમાં 43 મૃત્યુ નોંધાયા છે જ્યારે કુલ માનવ મૃત્યુઆંક 95એ પહોંચ્યો છે.

વરસાદને કારણે 126 મકાનો અને 19 ઝૂંપડાઓનો સંપૂર્ણ નાશ
5467 ગામોમાં વીજપૂરવઠો ખોરવાયો હતો જે પૈકી મહત્તમ ગામોમાં વીજળી પૂર્વવત થઇ ગઇ છે. નવસારી, ડાંગ અને કચ્છમાંથી પસાર થતા ત્રણ નેશનલ હાઇવે બંધ કરવામાં આવ્યા છે. ચીખલી-વલસાડ વચ્ચે પાણી ભરાઈ જવાથી અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે બંધ કરવામાં આવ્યો હતો. આ સહિત કુલ 619 રસ્તાઓ બંધ છે. વરસાદને કારણે 126 મકાનો અને 19 ઝૂંપડા સંપૂર્ણ નાશ પામ્યા છે.

અત્યારસુધીમાં કુલ 39,177 લોકોનું સ્થળાંતર
148 ગામોમાં એસટીના રૂટ બંધ કરવામાં આવ્યા છે. અત્યારસુધીમાં કુલ 39,177 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું જે પૈકી હજુ પણ 21,243 લોકો આશ્રયસ્થાનોમાં આશરો લઇ રહ્યા છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

શનિવારે સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તથા દમણ, દાદરા-નગરહવેલીમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે ભાવનગર, ગિર સોમનાથ અને જૂનાગઢમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપૂર, નર્મદા, ભરૂચમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...