માગણી:શાળાઓમાં શિક્ષકોની 10,200 ખાલી જગ્યા પર ભરતી હાથ ધરોઃ કોંગ્રેસ

ગાંધીનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

રાજ્યની સરકારી-ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં આશરે 10,200 જગ્યાઓ પર ભરતી હાથ ધરવા માટે ડીસેમ્બર-2019માં જાહેરાત કરી ભરતી હાથ ધરવામાં આવી હતી, પણ આ ભરતી પ્રોવિઝનલ મેરીટ યાદી જાહેર થયા પછી અટકી ગઇ છે. આ અટકાવાયેલી 10,200 શિક્ષકોની ભરતી તાત્કાલિક હાથ ધરવા કોંગ્રેસના પ્રદેશ પ્રવકત્તા ડો. મનિષ દોશીએ માગ કરી છે. ભરતી બોર્ડ દ્વારા ફોર્મ ભરાવીને સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા માટેનું પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ-૧ બહાર પાડીને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ થઈ ગયેલ છે તથા સરકારી માધ્યમિક શાળાનું પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ-૧ જાહેર કરાયું છે.આ પછી એકાએક ભરતી પ્રક્રિયા અટકી જતા તેને હાથ ધરવાની માગણી કોંગ્રેસના પ્રદેશ પ્રવકત્તાએ કરી છે.

અન્ય સમાચારો પણ છે...