ગાંધીનગર કોર્પોરેશન દ્વારા પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવા માટે ચેકિંગ કરાયું હતું. જેમાં સેક્ટર-7 શોપિંગ સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું હતું. ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક ઉપયોગ કરતા લોકો સામે કાર્યવાહી અંતર્ગત 53 લોકો પાસેથી 26,500 વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. તથા અંદાજીત 15 કિલો જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હતો. ભારતના પર્યાવરણ, વન અને જળવાયું પરિવર્તન મંત્રાલયના નિર્દેશ અનુસાર નિયત મર્યાદા કરતા ઓછી મેક્રોનવાળા પ્લાસ્ટિકના ઉત્પાદન, આયાત, ઉપયોગ, વિતરણ, વેચાણ અને સ્ટોકિંગ પર પ્રતિબંધ છે.
જે મુજબ આ નિયમનો ભંગ કરનાર સામે પર્યાવરણીય સંરક્ષાણ અધિનિયમ 1986 હેઠળ યોગ્ય કાર્યવાહી તથા નિયમોનું પાલન ન કરનાર સામે દંડ રૂપે વહીવટી ચાર્જની વસુલાત કરવામાં આવે છે. પ્રતિબંધિત પ્લાસ્ટીકના ઉપયોગ કે વેચાણ કરતા લોકો સામે આગળ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે જેથી શહેરની સ્વચ્છતા જળવાઈ રહે અને પ્લાસ્ટિક પ્રદૂષણ પર નિયંત્રણ મેળવી શકાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.