તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતમાં કોરોનાથી રાહત:રાજ્યમાં 8 દિવસમાં રિકવરી 4% વધી; 1 મેના રોજ રિકવરી રેટ 73.78% હતો, 8 મેના રોજ 77.35% થયો, વેક્સિન લેવા લોકોની લાઇનો

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો - 24 કલાકમાં 11,892 કેસ સામે 14,737 લોકો સાજા થયા
  • રાજ્યમાં કુલ દર્દી 6.69 લાખ જ્યારે 5.18 લાખ લોકોએ કોરોનાને હરાવ્યો
  • સુરતમાં 1000થી ઓછા નવા કેસ નોંધાયા, અમદાવાદમાં 6 હજારથી વધુ સાજા થયા

કોરોના મહામારીમાં ગુજરાતને રાજ્યના સ્થાપના દિવસથી જ રાહત શરૂ થઈ હતી, રાજ્યમાં કેસમાં સતત નજીવો ઘટાડો થઈ રહ્યો છે અને રાજ્યમાં 8 દિવસમાં રિકવરીમાં 4%નો સુધારો થયો છે. સતત ચોથા દિવસે શનિવારે નવા કેસ કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યા 2842 વધુ રહી છે અને રેકોર્ડબ્રેક 14, 737 લોકોએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 11,892 નવા કેસ નોંધાયા છે. 24 ક્લાકમાં 119 લોકોના કોરોનીથી મોત પણ થયાં છે. છેલ્લા નવેક દિવસથી રાજ્યમાં રોજેરોજ 10 હજારથી વધારે દર્દીઓ કોરોનાએ માત આપી રહ્યા છે.

રાજ્યમાં અત્યાર સુધી 5 લાખથી વધારે દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યા છે. રાજ્યમાં રિક્વરી રેટમા સતત સુધારો થઈ રહ્યો છે. 1મેના રોજ રિકવરી દર 73.78% હતી જે સુધરીને 8મેના રોજ 77.36% થઈ ગયો છે.રાજ્યમાં અત્યાર સુધીમાં 6,69,928ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 8,273 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 5,18,234 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1,43,421 એક્ટિવ કેસ છે, જેમાંથી 782 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 1,42,639 દર્દીની હાલત સ્થિર છે. રાજ્યમાં વેક્સિન લેવા માટે કેટલાક સેન્ટરોમાં લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી.

રાજ્યમાં શનિવારે રસીકરણ

18થી 44વર્ષનાને19,276
45+પ્રથમ ડોઝ39,790
45+બીજા ડોઝ1,16,114
શનિવારે કુલ1,88,129

​​​​​​​અત્યાર સુધી રાજ્યમાં કુલ

પ્રથમ ડોઝ1,02,87,224
બીજા ડોઝ31,15,821
કુલ1,34,03,045

​​​​​​​ગુજરાત દિવસથી કેસ ઘટી રહ્યા છે

તારીખનવા કેસસાજામોત
1 મે13,84710582172
2 મે1297811146153
3 મે1282011999140
4 મે1305012121131
5 મે1295512995133
6 મે1254513021123
7 મે1206413085119
8 મે1189214737119
કુલ102151996861090

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...