બરોડાના દેવાંશ હત્યા કેસ:બરોડાના દેવાંશ હત્યા કેસમાં આરોપીઓનુ રિકન્સ્ટ્રક્શન

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હત્યારા બાઇક લઇને ક્યાંથી ક્યા પહોંચ્યા અને કેવી રીતે હત્યા કરી તેની માહિતી મેળવી

ગાંધીનગરની હોટલ લીલામા નોકરી કરતા આશરે 25 વર્ષિય યુવકની સેક્ટર 27માં હત્યા કરી દેવામા આવી હતી. જેમા પોલીસ સતત 4 દિવસના ઉજાગરા પછી આરોપીઓ સુધી પહોંચી શકી હતી. આરોપીઓ હાલમા 6 દિવસના રિમાંડ ઉપર છે, ત્યારે સેક્ટર 21 પોલીસ દ્વારા આરોપીઓનુ રિકન્સ્ટ્રક્શન કરાયુ હતુ. સમગ્ર ઘટનાને અંજામ કેવી રીતે આપ્યો તેની માહિતી મેળવી હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બરોડાના આશરે 25 વર્ષિય યુવક દેવાંશ રોમી ભાટીયાનુ ગત 8 ઓક્ટોબરે મોડીરાત્રે છરીના ઘા કરીને હત્યા કરી દેવામા આવી હતી. ત્યારે હત્યારાઓ ખૂન કર્યા બાદ ભૂગર્ભમા ઉતરી જતા પોલીસે હત્યારાઓને શોધવા તમામ તાકાત લગાવી દીધી હતી. અંતે ચાર દિવસે ચારેય હત્યારાને ઝડપી લીધા હતા. આરોપીઓને પકડ્યા બાદ કોર્ટમા રજૂ કરતા 6 દિવસના રિમાંડ આપવામા આવ્યા છે.

સેક્ટર 21ના પીઆઇ એમ.બી. ભરવાડની આગેવાનીમા રિકન્ટ્રક્શન કરાયુ હતુ. એક બાઇક ઉપર નીકળેલા હત્યારા કયા રસ્તેથી નીકળ્યા અને ક્યાં સુધી કેવી રીતે પીછો કર્યો સહિતની સમગ્ર ઘટનાનુ રિકન્સ્ટ્રક્શન કર્યુ હતુ. ત્યારે આરોપીઓ દ્વારા પોલીસને રૂટ આપવામા આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...