રિ-ઓક્શન:આરટીઓમાં 10 દિવસમાં બીજી વાર ટુ અને ફોર વ્હીલર માટે રિ-ઓક્શન

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટુ વ્હીલરમા DG, DH, DK, DL અને DM સિરિઝ, જ્યારે ફોર વ્હીલરમા BK, BL, BM, BN, BP અને BQ સિરીઝનુ રીઓક્શન થશે

ગાંધીનગર આરટીઓ કચેરીમા ટુ વ્હીલર અને ફોર વ્હીલર માટે બીજીવાર રી ઓક્શન કરાઈ રહ્યુ છે. ઓક્શન માટેની ઓનલાઇન અરજી 15થી 17 નવેમ્બર સુધી કરી શકાશે. ઓકેશન 18 નવેમ્બર બપોરે 10 કલાકે શરૂ થશે, જે 19મી બપોરના 12 વાગ્યા સુધી ચાલુ રહેશે. આરટીઓમા ટુ વ્હીલરમાં GJ-18-DG, GJ-18-DH, GJ-18-DJ, GJ-18-DK, GI-18-DL, GJ-18-DM ફોર વ્હીલરમા કારની સીરીઝમા GJ-18-BK, GJ-18-BL, GJ-18-BM, GJ-16-BN, GJ-18-BP, GJ-18-BQ સીરીઝમાં રી-ઓક્શન કરાશે.

પસંદગીના નંબરો માટે રાજ્ય સરકાર દ્વારા પરિપત્રથી આપેલી સૂચનાનુસાર ગોલ્ડન નંબરો, સિલ્વર નંબરો, બેઝ એમાઉન્ટ રજિસ્ટ્રેશન ટેક્ષ, સી.એન.એ ફોર્મ વગેરેને મૂળભૂત રીતે યથાવત રાખી, વાહન 4.0 માં ઉપલબ્ધ નાગરિક કેન્દ્રિત સગવડને લક્ષમાં રાખી, સરકાર દ્વારા વાહનના નંબરોની હરાજી પારદર્શક, ઝડપી અને કાર્યક્ષમ બનાવવા ઓનલાઇન ઓક્શનથી કરવાનું નકકી કરવામાં આવ્યું છે. ઓનલાઈન ઓકશનએ ડાયનેમિક ઓક્શન પ્રોસેસ રહેશે. અરજદારને વેબસાઈટ પર હરાજી પ્રક્રિયા દરમ્યાન વખતો-વખત હરાજીની રકમનો ઉમેરો કરવાનો રહેશે. આ ઉમેરો રૂ.1000/-ના ગુણાંકમાં વધારવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...