સિંચાઇ માટે પાણી:5.06 લાખ હેક્ટર જમીનમાં રવી પાકને પાણી મળી રહેશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માર્ચ મહિના સુધી સિંચાઈ થઈ શકશે
  • 2 હજાર કરોડથી​​​​​​​ વધુના કામ પ્રગતિમાં

રાજય સરકારે રવી પાક માટે 5.06 લાખ હેકટર વિસ્તારમાં સિંચાઇ માટે આગામી માર્ચ મહિના સુધીમાં પાણી પહોંચાડવાનું નક્કી કર્યુ છે. આ બાબતે જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજય કક્ષાના મંત્રી મુકેશ પટેલે કહ્યું હતું કે, રાજય સરકારે સિંચાઇ વિભાગના રૂ. 2003 કરોડના પ્રગતિ હેઠળના 169 કામ છે તેને પૂરા કરવાનું નક્કી કર્યુ છે. રાજયના 33 જિલ્લામાં વિવિધ કાર્યોની શરૂઆત કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે. સિંચાઇ વિભાગ હેઠળના રૂ. 3991 કરોડના હાથ ધરવાપાત્ર 242 કામ પુરા કરવાની મંજૂરી અપાઇ છે.

દક્ષિણ ગુજરાતમાં પાણીની ઉપલબ્ધતા હોવાને કારણે બારેમાસ પાક લઇ શકાય છે. પરંતુ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસા બાદ સિંચાઈ માટેના પાણીની અછત સર્જાતિ હોવાથી ત્યાં શિયાળુ અને ઉનાળુ પાક લેવા મુશ્કેલ બને છે. જોકે, શિયાળુ પાકને બચાવવા માટે સરકાર અલગ અલગ સિંચાઈ યોજનાઓ મારફતે પાણી છોડે છે. તેમ છતાં પીવાના પાણીનો જથ્થો અનામત રાખવાનો હોવાથી ફેબ્રુઆરી બાદ આ પુરવઠો બંધ કરવો પડે છે.

ઝોન દીઠ સિંચાઈ

ઝોનવિસ્તાર (હેકટર)
સૌરાષ્ટ્ર69,543
ઉત્તર ગુજરાત64,780
મધ્ય ગુજરાત1,88,465
દક્ષિણ ગુજરાત1,68,590
પંચાયત15242
કુલ5,06,620
અન્ય સમાચારો પણ છે...