લાભ મળશે:રેશનકાર્ડ ધારકોને 1 લિટર સિંગતેલ, 1 કિલો ખાંડ મળશે

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • દિવાળીના તહેવારોમાં સરકાર તરફથી 37 લાખ ગરીબ
  • મધ્યમવર્ગીય પરિવારોને લાભ મળશે

દિવાળીના તહેવારોમાં રાજ્યના ગરીબ-મધ્યમ વર્ગીય પરિવારોને દિવાળીમાં વધારાની એક કિલો ખાંડ અને એક લિટર સિંગતેલ રાહત દરે વિતરણ કરવામાં આવશે તેમ રાજયના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની અવધિ ડિસેમ્બર-2022 સુધી લંબાવવામાં આવતા રાજ્યના 71 લાખ એનએફએસએ રેશનકાર્ડ ધારકોને લાભ થશે. પ્રવક્તા મંત્રી વાઘાણીએ કહ્યું હતું કે, દિવાળીના તહેવાર નિમિતે અંત્યોદય અને બીપીએલ મળી 32 લાખ રેશનકાર્ડ ધારકોને પ્રતિ કાર્ડ 1 કિલો વધારાની ખાંડનું વિતરણ અનુક્રમે રૂ. 15 અને રૂ. 22 પ્રતિ કિલોના ભાવથી કરાશે. ઉપરાંત તમામ 71 લાખ એનએફએસએ રેશનકાર્ડ ધારકોને દિવાળીના તહેવાર નિમિતે પ્રતિ કુટુંબ 1 લિટર સિંગતેલ રૂ. 100ના રાહત દરે અપાશે. આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની સમય મર્યાદા ત્રણ માસ એટલે કે ડિસેમ્બર -2022 સુધી વધારી છે. આ યોજના હેઠળ ઑક્ટોબર-2022માં 71 લાખ એનએફએસએ રેશનકાર્ડ ધારકોને રેગ્યુલર મળવાપાત્ર અનાજ ઉપરાંત પ્રતિ વ્યક્તિ 1 કિ.ગ્રા ઘઉં તથા 4 કિ.ગ્રા. ચોખા આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...