તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રથયાત્રા:ગાંધીનગરમાં પોલીસની મંજૂરી મળશે તો રથયાત્રા નીકળશે

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર શહેરમાં વર્ષ 1985મા ભગવાન જગન્નાથની રથાયાત્રા શરૂ કરાઇ હતી. ત્યારબાદ અવિરત પણે ભગવાન ભક્તોને સામે ચાલી દર્શન આપતા હતા. પરંતુ ગત વર્ષે પરંપરા તુટી હતી અને માત્ર મંદિર પરિસરમાં રથયાત્રા ફેરવવામા આવી હતી. ગત વર્ષે ભગવાને ભક્તોને સામે ચાલી નહિ પરંતુ મંદિર પરિસરમા જ દર્શન આપ્યા હતા. ત્યારે ચાલુ વર્ષે પરંપરાગત રૂટ ઉપર રથયાત્રા ફેરવવાની રથયાત્રા સમિતિ દ્વારા પોલીસ પાસે મંજુરી માગવામાં આવી છે. જેમાં માત્ર રથ સહિત 10 વાહન અને હાથી તથા પ્રસાદ વિતરણ કરવામા નહિ આવે.

કોરોના વાયરસના કારણે અમદાવાદની રથયાત્રા કાઢવામા આવી ન હતી. કોર્ટ દ્વારા પણ મંજૂરી આપવામા આવી ન હતી. જ્યારે ચાલુ વર્ષે શરતોને આધિન ભગવાનના રથને ફેરવવામા આવે તેવી શક્યતા જોવા મળી રહી છે. ગાંધીનગર શહેરમાં પણ રથયાત્રા સમિતિ દ્વારા ચાલુ વર્ષે ભગવાન જગન્નાથ, ભાઇ બલરામ અને બહેન સુભદ્રા નગરર્ચયા માટે નિકળશે તેવી શક્યતા રથયાત્રા સમિતિને બતાવી છે.

રથયાત્રા સમિતિના દિનેશભાઇ કાપડીયાએ કહ્યુ હતુ કે, ચાલુ વર્ષે ભગવાનના દર્શન ઘરે બેઠા થાય તેવી ઇચ્છા રાખી છે. જેને લઇને પોલીસમાં રજૂઆત કરવામા આવશે. શરતોને આધિન રથયાત્રા નિકાળવામા આવશે. જેમાં દર વર્ષે ગત વર્ષને બાદ કરતા ભક્તોને જાંબુ, મગ અને કાકડીનો પ્રસાદ આપવામા આવે છે, જે ચાલુ વર્ષે નહિ આપવામા આવે. બીજી તરફ વાહનોમા રથ સહિત માત્ર 10 રાખવામા આવશે.

ગાંધીનગરની 32 કીમીની રથયાત્રામા હાથી આગેવાની કરતો હોય છે. જેને રાજસ્થાનથી લાવવામા આવે છે. પરતુ ચાલુ વર્ષે મર્યાદીત સંખ્યામા રથયાત્રાનુ આયોજન કરવાની વિચારણા કરવામા આવી છે. ત્યારે શહેરીજનોને હાથીના દર્શન નહિ થઇ શકે.

ચાલુ વર્ષે પરંપરાગત રૂટ ઉપર રથયાત્રા ફેરવવાની રથયાત્રા સમિતિ દ્વારા પોલીસ પાસે મંજુરી માગવામાં આવી છે. જેમાં માત્ર રથ સહિત 10 વાહન અને હાથી તથા પ્રસાદ વિતરણ કરવામા નહી આવે.

અન્ય સમાચારો પણ છે...