તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

RRUનો ટ્રેનિંગ પ્રોગ્રામ:રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના 5 દિવસીય ટ્રેનિંગ પ્રોગ્રામમાં ફોરવોર્ન્ડ ઇઝ ફોરઆર્મ્ડ સંદેશ ઊભરી આવ્યો

ગાંધીનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પાંચ દિવસીય તાલીમ કાર્યક્ર્મમાં એસ. કે. કૌમુદી (આઈપીએસ એ સંબોધન કર્યું હતું - Divya Bhaskar
પાંચ દિવસીય તાલીમ કાર્યક્ર્મમાં એસ. કે. કૌમુદી (આઈપીએસ એ સંબોધન કર્યું હતું
 • “ઈન્ટેલિજન્સ ટ્રે્ડક્ર્રાફ્ટ્ અને ડિસરપ્ટિવ એક્ટિવિટીઝમાં તેનો ઉપયોગ” પર 5 દિવસીય ટ્રેનિંગ યોજાઈ

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (ભારત સરકારના ગૃહ મંત્રાલય (એમ.એચ.એ.) હેઠળની રાષ્ટ્રીય મહત્વની સંસ્થા) દ્વારા આયોજિત પોલીસ કમિચારીઓ માટે 'ઇન્ટેલિજન્સ ટ્રેડક્રાફ્ટ અને ડિસરપ્ટિવ એક્ટિવિટીઝમાં તેનો ઉપયોગ' વિષય પર પાંચ દિવસીય તાલીમ કાયિક્ર્મ એ વિ. એસ. કે. કૌમુદી (આઈપીએસ), વિશેષ સચિવ, એમ.એચ.એ.ના સંબોધન સાથે પૂર્ણ થયો હતો. કૌમુદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ફોરવોર્ન્ડ ઇઝ ફોઆર્મ્ડ" અને ભારતભરમાં કાર્યરત વિવિધ ઇન્ટેલિેજન્સ એજન્સીઓ વચ્ચે સંકલન મજબૂત બનાવાવી જરૂર છે. તેમણે યુનિવર્સિટીને તેના પ્રયાસ માટે પ્રશંસા કરી હતી, જે સમગ્ર રાષ્ટ્રમાં ઈન્ટેલિજન્સ સંચાલકોની ક્ષમતાઓને સમૃદ્ધ બનાવવામાં ઘણી આગળ વઘશે. તેમણે ઈન્ટેલિજેન્સ સમુદાય સમક્ષ અનેક પડકારોની સૂચિ આપી જેમાં સાયબર સ્પેસમાંથી ઉભરતા પડકારો અને ડેટા માઈનિંગનો સમાવેશ થાય છે.

સભ્ય એનએસએબી અને કાર્યક્રમના આર્કિટેક્ટ એવા નિવૃત્ત આઈપીએસ અવધેશ માથુરે જણાવ્યું હતું કે, વિહંગાવલોકન પૂરો પાડતી ઈન્ટેલિજન્સના ક્ષેત્રમાં આ પહેલા માત્ર એક શરૂઆત છે અને આરઆયુ સુરક્ષા એજન્સીઓ માટે વધુ વિસ્તૃત અને કસ્ટમાઈઝ્ડ પ્રોગ્રામ્સની જરૂરિયાતોને પૂર્ણ કરશે.

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના કુલપતિ પ્રો (ડો.) બિમલ એન પટેલે રાષ્ટ્રમાં પોલીસ અધિકારીઓ માટે વિવિધ તાલીમ પ્રવૃત્તિઓ કરવા માટે ગૃહમંત્રાલય દ્વારા આરઆરયુને આપેલા સક્રિય પ્રોત્સાહનનો આભાર માન્યો હતો. એમણે એ વાતને પણ મહત્વ આપ્યું હતું કે ભાગ લેનારા પોલીસ કર્મચારીઓ તાલીમ અને એમએમએને ખાતરી આપી હતી કે આરઆરયુ ભારતની આંતરિક સુરક્ષા અને પોલીસ માટે સંસદ દ્વારા નિર્ધારિત દ્રષ્ટિ અને મિશનને પૂર્વ કરવામાં કોઈ કસર છોડશે નહીં.

અગાઉ એમઓયુ પર હસ્તાક્ષર કવરા માટે આરઆરયુની મુલાકાત લેતા સી-ડેકના ડાયરેક્ટર જનરલ ડો. હેમંત દરબારીએ જણાવ્યું હતું કે આરઆરયુ સાથે જોડાણ કરીને સી-ડેક ઈન્ટેલિજેન્સ એજન્સીઓની આવશ્યકતાઓને પૂરી પાડવા વિશેષ તકનીકી ડોમેન્સમાં જરૂરી સુવિધા પૂરી પાડશે.

યુનિવર્સિટીના ડીન અને સ્કૂલ ઓફ ઈન્ટરનલ સિક્યુરિટી એન્ડ પોલીસ એડમિનિસ્ટ્રેશન (એસઆઈએસપીએ)ના ડિરેક્ટર ડો. અક્ષત મહેતા દ્વારા આભારવિધિના સંબોધન સાથે સત્રનો અંત આવ્યો હતો.

તાલીમ કાર્યક્રમના સંયોજક અને બોર્ડર મેનેજમેન્ટ એન્ડ ઈન્ટેલિજન્સ સ્ટીઝ (સીબીએમઆઈએસ)ના સંયોજક ડો. ડોલી મિશ્રાએ માહિતી આપી હતી કે આસામ રાઈફલ્સ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના અધિકારીઓ તથા ગુજરાત, તેલંગાણા, દિલ્હી, બિહાર, પશ્ચિમ બંગાળ, લેહ અને લદ્દાખ, અંદમાન અને નિકોબારથી 60 પોલીસ જવાનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો

તાલીમ કાર્યક્રમ માટેના વિશિષ્ટ સંસાધન વ્યક્તિઓમાં કોણ-કોણ સામેલ થયું
અવધેશ માથુર, સુદીપ લખ્તકિયા, નરેશ ગુપ્તા, પ્રદીપ કપૂર, અભિજિત ચક્રવર્તી, આર એન ધોકે, સંજીવ કુમાર, શાંતનું મુખરજી અને આર આર સ્વૈન.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો