દૂષિત પાણી:મનપાના અમિયાપુરમાં પીવાનું પાણી દૂષિત આવતું હોવાની રાવ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગટરની લાઈન અને પાણીની લાઈનમાં લીકેજને પગલે પાણી મીક્સ થતું હોવાની શક્યતા

ગાંધીનગર કોર્પોરેશનમાં સમાવાયેલા અમિયાપુર ખાતે છેલ્લા કેટલાક સમયથી પીવાના દૂષિત પાણીની સમસ્યા સર્જાઈ છે. લાંબા સમયથી દુષિત પાણી આવતા સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. અહીં ગટરની લાઈન અને પાણીની લાઈન લીક થવાને પગલે પીવાનું પાણી દુષિત આવી રહ્યું હોવાની શક્યતા જોવાઈ રહી છે. દુષિત પાણીને પગલે ગ્રામજનોને રોગચાળાની ભીતી છે, જેને પગલે ગ્રામજનો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં આ અંગે હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.

​​​​​​​છેલ્લે ગ્રામજનોને તંત્ર દ્વારા જાણાવાયું હતું કે ગટરની લાઈનનું કામ ચાલું હોવાથી હજુ બે-ત્રણ દિવસ આ પ્રકારની સ્થિતિ રહેશે. જેને પગલે ગ્રામજનોએ બે-ત્રણ દિવસ રાહ જોવાનું નક્કી કરીને જો સમસ્યાનો ઉકેલ ન આવે તો ઉગ્રતા સાથે રજૂઆત કે આંદોલન કરવાની તૈયારી કરી હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો મોટાભાગના ગ્રામજનો પાણી ઉકાળીને અથવા વેચાતું લાવીને પીવા મજબૂર થયા છે.

અન્ય સમાચારો પણ છે...