તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:ખોરજ ગામમાં ચરસ અને ગાંજાનું દૂષણ વધ્યું હોવાની લોકોની રાવ

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ગ્રામજનોએ અડાલજ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી - Divya Bhaskar
ગ્રામજનોએ અડાલજ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી
 • યોગ્ય પગલાં નહીં લેવાય તો ઉચ્ચકક્ષાએ રજૂઆતની ચીમકી

ગાંધીનગર-સરખેજ હાઈવે પર આવેલા ખોરજ ગામમાં ચરસ-ગાંજાનું દુષણ વધી રહી હોવાની રાવ ઉઠવા પામી છે. ગાંધીનગર બજરંગ દળના જિલ્લા પ્રમુખ શક્તિસિંહ ઝાલા, શહેર પ્રમુખ હિતેન્દ્રસિંહ વાઘેલા તથા ખોરજના કેટલાક ગ્રામજનો રવિવારે અડાલજ પોલીસ સ્ટેશને ફરિયાદ સાથે પહોંચ્યા હતા. જેઓએ અડાલજ પીઆઈને સંબોધીને લેખિત રજૂઆત કરી હતી, અને જેમાં તેઓએ દાવો કર્યો હતો કે ખોરજ ગામમાં કેફીદ્રવ્યોનું વેચાણ થાય છે જ્યાં અન્ય ગામનો તથા પરપ્રાંતિયો પણ આવીને કેફીદ્રવ્યોનું સેવન કરે છે. નશાવાળી હાલતમાં ગામમાંથી અવરજવર કરતાં લોકોથી ગામમાં દુષણ ફેલાય છે.

જેને પગલે સાંજના સુમારે લોકોનું બહાર નીકળવું મુશ્કેલ બને છે બીજી તરફ યુવાધન ગેરમાર્ગે દોરાય છે. જેને પગલે ગ્રામજનોએ સમગ્ર મુદ્દે કડક કાર્યવાહી કરીને ચરસ-ગાંજા અને દારૂનું વેચાણ કરતાં તત્વો સામે પગલાં લેવા માંગ કરી છે. જો પોલીસ દ્વારા યોગ્ય પગલાં નહીં લેવાય તો આ મુદ્દે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવાની ચિમકી પણ લોકો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો