તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગેરકાયદે બાંધકામો:પેથાપુર નદીના કોતર વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો થયાની રાવ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારી જમીનો પચાવી પડાયાની પણ ફરિયાદો
  • ગેરકાયદે બાંધકામો સાથે ગેરકાયદે પ્રવૃત્તિઓ ફૂલીફાલી હોવાની ફરિયાદો ઊઠવા પામી છે

ગાંધીનગરમાં પેથાપુર વિસ્તારમાં નદીના કોતરો વિસ્તારો સહિત અનેક સ્થળે ગેરકાયદે બાંધકામોનો રાફડો ફાટ્યો હોવાની રાવ ઉઠી છે. જીઈબી ગેટથી પેથાપુર સુખડેશ્વર મહાદેવ સુધીના નદીના કોતરોમાં કેટલાક સ્થળે સરકારી જમીનો પચાવી પડાઈ હોવાની ફરિયાદો ઉઠી છે. જેમાં નદીના કોતરોમાં પણ ખોટી રીતે બાંધકામો કરી સરકારી જમીનો પચાવી પડાઈ હોવાની ફરિયાદો ઉઠી છે.

પેથાપુરમાં નદી કિનારા વિસ્તારામાં મોટાપાયે ગેરકાયદે દબાણો ઉભા થઈ ગયા છે. જેમાં રાજ્ય બહારથી આવીને પણ લોકો વસી ગયા છે. જેમાં કેટલીક અસામાજિક પ્રવૃતિઓ ફૂલીફાલી હોવાની ફરિયાદો ઉઠી છે. જેને પગલે ગેરકાયદે પ્રવૃતિઓ અને દબાણો બંને પર કડક કાર્યવાહી થાય તે જરૂરી છે.

પેથાપુરમાં હાલ પણ કેટલાક સ્થળે કોતરોમાં પાણી જવાના રસ્તાઓ પર જ બાંધકામો ચાલી રહ્યાં હોવાની રાવ ઉઠી છે. બેફામ બનેલા લોકોએ કાચા નહીં પરંતુ પાકા દબાણો કરી લીધા હોવાની ફરિયાદો હાલ પેથાપુરમાં ઉઠવા પામી છે. નોંધનીય છે કે, ગેરકાયદે પ્રવૃતિઓ અને દબાણો બંને પર કડક કાર્યવાહી થાય તે જરૂરી છે નહીં આ પ્રવૃત્તિ મોટી પાયે વધી જાય તે પહેલાં અટકાવવી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...