ગુનો દાખલ:સરગાસણની પરિણીતા પાસે દહેજ માગતા સાસરિયાં સામે રાવ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરણિતાએ આણંદ રહેતા સાસુ, સસરા અને પતિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી

શહેરના સરગાસણમા રહેતી યુવતિના લગ્ન આણંદમા રહેતા યુવક સાથે થયા હતા. પરણિતા પાસે સાસરિયાઓ દ્વારા વારંવાર દહેજ માગવામા આવતા આખરે કંટાળીને યુવતિએ સેક્ટર 16 મહિલા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી.

મળતી માહિતી મુજબ સરગાસણમા રહેતી 29 વર્ષિય પરણિતાએ ફરિયાદ નોંધાવી હતી કે, તેના લગ્ન સમાજના રીતરિવાજ મુજબ આણંદ ચાવડાપુરામા રહેતા રોનક મેકવાન સાથે થયા હતા. જેનાથી સંતાનમા એક દિકરાનો જન્મ પણ થયો હતો. યુવતિના માતા પિતાએ કરિયાવરમા આપેલો સામાન લઇને સાસરીમા ગયા હતા. સાસરીમા ત્રણ મહિના સુધી પરણિતો સંસાર સુ:ખરૂપ ચાલ્યો હતો. પરંતુ પછી વાંધા વચકા કાઢવામા આવતા હતા. તારા પિતાએ દહેજમા કાઇ આપ્યુ નથી, તારા પિતા મોટા સાહેબ છે તેમ છતા દહેજમા કઇ આપ્યુ નથી અને મોટી મોટી બડાશો મારે છે.

પરણિતાના પતિ પણ તેના માતા પિતાની વાતોમા આવી જતા હતા અને ઉશ્કેરાઇને મારઝુડ કરવામા આવતી હતી. જેને લઇને પરણિતા પિતાના ઘરે આવી ગઇ હતી. ત્યારે તેનો પતિ શંકા રાખી ફોન ઉપર ખાત્રી કરાવતો હતો અને મેન્ટલી ટોર્ચર કરવામા આવતી હતી. જ્યારે સાસરીમાં રહેવા બોલાવી હતી, પરિણામે ત્યા ગઇ હતી. પરંતુ ત્યારબાદ ફરીથી ઝગડા શરૂ થયા હતા. બાળકના ભવિષ્યનો વિચાર કરીને દંપતિ અલગ રહેવા ગયુ હતુ. ત્યારે પરણિતા સાથે અભદ્ર ભાષામા વાત કરવામા આવતી હતી અને તારુ અહિંયા કાઇ કામ નથી તેવા વેણ ઉચ્ચારવામા આવતા હતા. જ્યારે મારી નાખવાની ધમકી આપવામા આવતી હતી. જેને લઇને પિયર આવી જઇને સાસુ, સસરા અને અને પતિ સામે મહિલા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...