ફરિયાદ:ઝુંડાલમાં ક્રિકેટ અંગેના ઝગડામાં ચેરમેનની બહેન સહિત 9 સામે રાવ

ગાંધીનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અડાલજ પોલીસ મથકમાં 3 ફરિયાદ નોંધાવાઈ
  • વિવાન ઇન્ફીનીટી સોસાયટીની મહિલાએ બેટ મારીને હેલોજન લાઇટ તોડી નાખતા બબાલ થઈ હતી

ઝુંડાલ ગામમા આવેલી વિવાન ઇન્ફીનીટી સોસાયટીમા બાળકો ક્રિકેટ રમતા હતા ત્યારે ચેરમેનની બહેન સહિતની મહિલાઓ દ્વારા સોસાયટીના અન્ય સભ્યો સાથે બબાલ કરી સોસાયટીમા રહેલો હેલોઝન તોડી નાખવા બાબતે સોસાયટીના સભ્યો દ્વારા જ 9 સભ્યો સામે અડાલજ પોલીસ મથકમા 3 ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

માલતીબેન કિંજલભાઇ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે, સાંજના સમયે તેમની મિત્રના ભાભીનો તેમની ઉપર ફોન આવતા કહ્યુ હતુ કે, અંબિકા, પારૂલ અને ગાયત્રી હર્ષદભાઇ પટેલ તથા ચેરમેન પિનાકીનભાઇની બહેન સાથે ઝગડો થયો છે. જેને લઇને ત્યાં પહોંચતા મહિલાઓનુ ટોળુ હતુ. જ્યારે મને જોતા પારૂલબેન ગાળો બોલવા લાગ્યા હતા. જ્યારે અંબિકાબેન વચ્ચે પડતા તેમની સાથેની બહેનો પણ બોલાચાલી કરતી હતી.

ફ્લેટમાંથી નીચે આવતા ક્રિકેટ બાબતે ચેરમેનને જાણ કરતા લાઇટ બંધ કરવાનુ કહ્યુ હતુ. તે સમયે કૌશિક મહેન્દ્ર પટેલને દિગ્નેશ પ્રહલાદ પટેલે દંડો લઇને માર માર્યો હતો. જેને લઇને પારુલ દિગ્નેશ પટેલ, દિગ્નેશ પટેલ, ગાયત્રી હર્ષદ પટેલ અને ચેરમેન પિનાકીનભાઇની બહેન સામે ફરિયાદ નોંધાવી હતી.

દિગ્નેશ પ્રહલાદ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે, અમારા ફ્લેટની લાઇટ બંધ કરવા બાબતે માથાકૂટ થઇ હતી. પાર્કિંગની લાઇટ હિનાબેન કલ્પેશભાઇ પટેલે તોડી નાખી હતી. ચેરમેને હિનાબેનના પતિને ફોન કરી બોલાવ્યા હતા. તે સમયે માલતીબેન પટેલ, અંબિકાબેન પટેલ અને કૌશિકભાઇ આવતા અંબિકાબેન ગાળા ગાળી કરવા લાગ્યા હતા ત્રીજી ફરિયાદ ભરત પ્રજાપતિએ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...