ગાંધીનગર શહેર-જિલ્લામાં કોરોના કેસ વધતાં પોલીસે હવે જાહેરનામા ભંગના ગુના નોંધવાનું શરૂ કર્યું છે. પેથાપુરમાં રીક્ષા ચાલક બાબુભાઈ મેરાભાઈ ભરવાડે (42 વર્ષ, પેથાપુર સુરેલા)એ વધુ પેસેન્જર્સ બેસાડ્યા હતા. જેમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન થતું ન હતું અને ત્રણ જેટલા પેસેન્જરે માસ્ક પણ પહેર્યા ન હતા.
જેને પગલે પોલીસે રીક્ષા ચાલક સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો. આ તરફ ધોળાકુવા ગામે ઠાકોરવાસમાં ઓમબન્ના કિરાણા સ્ટોર ખાતે માસ્ક વગર વેચાણ કરતાં અર્જૂનસિંહ વેમસિંહ સિસોદીયા (28 વર્ષ), સેક્ટર-21 ડિસ્ટ્રીક્ટ શોપિંગ સેન્ટર ખાતે માસ્ક વગર પતંગ-દોરીનું વેચાણ કરતાં રાજુભાઈ કિશોરભાઈ ચૌહાણ (રહે-સરસપુર,અમદાવાદ) અને અજયકુમાર મશુરભાઈ દંતાણી (સે-20 છાપરા) સામે પણ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
બીજી તરફ સરગાસણ સ્વાગત ફ્લેમિંગો સામે ઈંડાની લારી પર માસ્ક વગર બેઠેલા 19 વર્ષીય મુબારક મહંમદ હાસીન આલમને માસ્કનો દંડ ભરવાનું કહેતાં તેણે પૈસા ન હોવાનું કહેતા પોલીસે તેની સામે પણ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો હતો.આમ હવે જેમજેમ કોરોનાના કેસમા વધારો થાય છે તેમ તેમ ગુના દાખલ કરાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.