ફરિયાદ:પરિણીતાઓને ત્રાસ આપતા 2 ભાઈ સામે રાવઃ બંને ભાઈ દીકરીઓના જન્મ , દહેજના મુદ્દે શારિરીક ત્રાસ આપતા હતા

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દશેલા ઈન્દિરાનગર રહેતા બે ભાઈ સામે પત્નીએ ફરિયાદ નોંધાવી છે. આ અંગે કમલાબહેેન મંગાજી મારવાડીએ ચિલોડા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે 2012 તેના તથા તેની મોટી બહેનના લગ્ન દશેલાના બંટી બાબુજી મારવાડી તથા કનુ બાબુજી મારવાડી સાથે થયા હતા. લગ્ન જીવનમાં બંને બહેનોને બે દીકરીઓ છે, ત્યારે ફરિયાદીનો આક્ષેપ છે કે દીકરીઓ જન્મતા પતિ બંટી નાની વાતે તેને મારી શંકા કરી ઘરેથી બહાર નીકળવા નહોતો દેતો અને બાપના ઘરેથી કઈ લાવી નથી કરીને મહેણાં મારતો હતો.

બીજી તરફ મહિલાનો જેઠ પણ ફરિયાદીની બહેનને મારતો હતો. 4 માસ પહેલાં બંટીએ ફરિયાદી મહિલાને બંને દીકરી સાથે કાઢી મુકી હતી. ફરિયાદીની બહેન સાસરીમાં જ હતી તેને પતિ મેણાં મારી માર મારતો હતો. ઓગસ્ટની શરૂઆતમાં ફરિયાદીની બહેનને પણ સાસરીયાએ કાઢી મુકી બંને દીકરીને પોતાની પાસે રાખી લેતા બંને બહેનોએ પતિઓ સામે શારીરિક માનસિક ત્રાસ, મારી નાખવાની ધમકીઓ મુદ્દે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...