આક્ષેપ:ટોળકીએ ગામના 3 કિશોરો સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યાની રાવ, પોલીસે ફરિયાદ ન નોંધી હોવાનો આક્ષેપ

ગાંધીનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અડાલજ પોલીસ સ્ટેશનની હદમાં એક ગામમાં બેફામ બનેલા ગંજેરીઓની ગેંગે ત્રણ કિશોરો સાથે બળજબરીપૂર્વક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાના આક્ષેપ થયા છે. આ અંગે પોલીસે ફરિયાદ ન નોંધી હોવાના આક્ષેપો સાથે જિલ્લા પોલીસ વડા સમક્ષ લેખિત રજૂઆત થઈ છે. અરજીમાં થયેલા દાવા પ્રમાણે એક કિશોર કુદરતી હાજતે ગયો ત્યારે ગામના ત્રણ માથાભારે શખ્સો ગાંજો પીતા હતા. તેમણે કિશોરનું મોઢું દબાવીને પકડી લીધો અને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. 

અન્ય એક કિસ્સામાં કિશોર ઘર નજીક રમતો હતો ત્યારે આ વિકૃત ટોળકીના ચાર સભ્યોએ આઈસ્ક્રીમ ખવડાવવાની લાલચ આપી તેને દૂર લઈ ગયા હતા. જ્યાં ઢોર માર મારીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. અન્ય એક કિશોરને આ ટોળકીએ અગાઉ પણ શિકાર બનાવ્યો હોવાથી તે નરાધમોથી બચતો હતો. જોકે આ શખ્સોએ કિશોરને છરી બતાવી તેનું મોઢું દબાવી દીધું અને બળજબરીથી વિકૃતિ સંતોષી હતી. કિશોરોએ આ અંગે પરિવારને જાણ કરતાં તેમની માતાઓ દ્વારા પોલીસની મદદ ન મળતાં જિલ્લા બજરંગ દળની મદદ લેવાઈ હતી. ત્યારે બજરંગ દળ દ્વારા આ અંગે જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે અરજી કરાવાઈ હતી. અરજીમાં દાવો કરાયો છે કે, આ શખ્સો સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે કોઈ કારણોસર મહિલાઓને ધૂત્કારી કાઢી મૂકી હતી.

અન્ય સમાચારો પણ છે...