ઇવીએમની ફાળવણીની પ્રક્રિયા:5 બેઠકો પર ઇવીએમનું રેન્ડમાઇઝેશન કરાશે

ગાંધીનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • EVMની ફાળવણી કોમ્પ્યુટરથી કરાશે

જિલ્લાની પાંચ બેઠકો પર ઉમેદવારો ફાઈનલ થઈ ગયા બાદ હવે ચૂંટણી તંત્ર દ્વારા ઈવીએમ રેન્ડમાઈઝેશનની પ્રક્રિયા શરૂ કરાશે. જેમાં પાંચેય બેઠકો પર મતદાન મથકો પર બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટની ફાળવણી કોમ્પ્યુટર પદ્ધતિથી રેન્ડમાઈઝેશન કરીને કરવામાં આવશે. એટલે કે રેન્ડમ રીતે મતદાન મથકોને ઈવીએમ ફાળવવામાં આવશે. પાંચેય વિધાનસભા બેઠકના બેલેટ તૈયાર કરાઈ રહ્યાં છે. જે તૈયાર થઈ ગયા બાદ ઈવીએમમાં બેલેટ પેપર્સ નાખવામાં આવશે. ગાંધીનગરની પાંચ બેઠકો પર બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.

જિલ્લામાં 1350 મતદાન મથકો ઉભા કરાશે, જેમાં શહેર વિસ્તારમાં 421 મતદાન મથકો અને ગ્રામ્ય વિસ્તારમાં 929 મતદાન મથકો રહેશે. ત્યારે બેઠક વાઈઝ જવાબદારી ચૂંટણી અધિકારીઓને ફાળવવામાં આવેલા ઈવીએમનું રેન્ડમાઈઝેશન કરાશે એટલે કે કોમ્પ્યુટર સિસ્ટમથી ઈવીએમ ફાળવણી કરાશે. વિધાનસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ ચૂંટણી પંચ સાથે સ્થાનિક તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. હવે ઇવીએમની ફાળવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...