હુમલો:રાંધેજા સિદ્ધેશ્વર હોમ્સના પૂર્વ પ્રમુખ પાસે હિસાબ માગતાં મારામારી કરી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ‘તમે સોસાયટીનો હિસાબ કેમ માગો છો ?’ કહીને પૂર્વ પ્રમુખ અને તેમના દિકરાએ યુવકના ધોકા વડે હુમલો કર્યો

રાંધેજામા આવેલી સિધ્ધેશ્વર હોમ્સ સોસાયટીમા હિસાબ માગવા બાબતે પૂવસ્ પ્રમુખ દ્વારા યુવકને માર મારવામા આવ્યો હતો. તમે સોસાયટીનો હિસાબ કેમ માગો છો ? કહીને પૂર્વ પ્રમુખ અને તેના પુત્ર દ્વારા માર મારવામા આવતા પેથાપુર પોલીસ મથકમા ફરિયાદ દાખલ કરવામા આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ વિરેશ અશોકભાઇ મહેતા (રહે, સિધ્ધેશ્વર હોમ્સ, રાંધેજા) પૂજાપાઠ કરીને પરિવારનુ ગુજરાન ચલાવે છે. ત્યારે રાત્રિના સમયે તેના મિત્ર સાથે સોસાયટીના ગેટ આગળ ઉભો હતો. તે દરમિયાન સોસાયટીમા રહેતા સંજયભાઇ ભીખાભાઇ ત્રિવેદી દરવાજે આવ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે, સોસાયટીનો હિસાબ કેમ માગો છો ? તેમ કહેતા સામે જવાબ આપવામા આવ્યો હતો કે, કારોબારીને સોસાયટીના સભ્યોને હિસાબ આપવો પડે.

આવો જવાબ સાંભળીને સંજય ત્રિવેદી એકાએક ઉશ્કેરાઇ ગયા હતા અને ગાળો બોલવા લાગ્યા હતા. જ્યારે સોસાયટીની કેબિનમા પડેલો લાકડાનો ધોકો ઉઠાવીને મને મારવા આવતા પગના પંજા ઉપર ફટકાર્યો હતો. જેથી યુવકના મિત્ર રાજ બારોટે વચ્ચે પડીને બચાવ્યો હતો. જ્યારે મારથી બચવા સિક્યુરીટી કેબીનમા જઇને બેસતા સંજય ત્રિવેદીએ તેના દિકરા સ્નેહલ અને ગૌરાંગને ફોન કરીને બોલવાતા તેમના દ્વારા પણ મારામારી કરવામા આવી હતી.

આ દરમિયાન હુમલો કરનારાઓે જતા જતા ધમકી આપતા ગયા હતા કે સોસાયટીમાંથી ઘર ખાલી કરી જતા રહેજો, નહિ તો મારી નાખીશુ. જેને લઇને પિતા અને પુત્ર સામે પેથાપુર પોલીસ મથકમા ફરિયાદ કરવામા આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...