તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કુડાસણ મર્ડર:અપના અડ્ડા પાસે ખેલાયેલા ખૂની ખેલમાં મિત્રને બચાવવા જતાં રાંદેસણના યુવકે જીવ ગુમાવ્યો

ગાંધીનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ‘યુવતીઓ મારી સામે જોતી હતી’ કહી યુવકે કુડાસણથી વૈષ્ણોદેવી સુધી પીછો કર્યો

ન્યૂ ગાંધીનગરમાં કુડાસણમાં અપના અડ્ડા પાસે ખેલાયેલા ખુની ખેલમાં મિત્રને બચાવવા જતા રાંદેસણના યુવકે જીવ ખોયો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનામાં ઈન્ફોસિટી પોલીસે ઘટના સમયે હાજર અને હુમલાનો ભોગ બનનાર દિપકસિંહ વિક્રમસિંહ ગોહિલ (22 વર્ષ)ને ફરિયાદ બનાવ્યો છે. ફરિયાદ મુજબ ઘટના સમયે રાત્રે સાડા બાર વાગ્યે ફરિયાદી અને મૃતક કેતનસિંહને મિત્ર અભિમન્યુ ઉર્ફે રીષી મહેન્દ્રસિંહ રાઠોડ મળ્યો હતો. તેઓ પાંચેક મિત્રો અપના અડ્ડા ખાતે તાપણા પાસે બેઠા હતા. આ સમયે પાસે છ યુવકો અને ત્રણ યુવતીઓ બેઠી હતી. સવારના ચારેક વાગ્યે છ યુવકો અને ત્રણ યુવતીઓ પોતાની ત્રણ ગાડીઓમાં નીકળ્યા હતા. આ સમયે અભિમન્યુ ઉર્ફે રીષી પણ ઉભો થયો હતો તે સમયે ફરિયાદીએ પૂછતાં તેણે કહ્યું હતું કે, ‘પેલી છોકરીઓ મારી સામુ જોતી હોવાથી તે ક્યાં જાય તે જોઈને આવું છું’ કહીં તે અન્ય એક મિત્ર સાથે ગાડીને લઈને નીકળ્યો હતો. રીષે યુવતીઓની ગાડી પાછળ છેક વૈષ્ણોદેવી સુધી ગયો હતો જેને ખ્યાલ આવી જતા અમદાવાદના ગ્રુપના છોકરાઓને તેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો.

જેને પગલે રીષી ગાડી પાછી વાળીને ગાંધીનગર તરફ આવ્યો હતો. તેણે સમગ્ર ઘટના અંગે અપના અડ્ડા ખાતે બેઠેલા મિત્રોને જાણ કરતાં તેઓએ અહીં આવી જવા માટે કહ્યું હતું. આ સમયે બે ગાડીમાં પાછળ આવેલા છ યુવકો ધોકા અને બેટ લઈને ઉતરીને રીષીને મારવા લાગ્યા હતા. આ સમયે મૃતક કેતનસિંહ અને ફરિયાદ સહિતના લોકો તેને બચાવવા માટે વચ્ચે પડ્યા હતા. જોકે હુમલાખોરોમાંથી એક શખ્સે છરો કાઢીને રીષી પર હુમલો કરી દેતા મૃતક કેતનસિંહ તેને બચાવવા વચ્ચે પડ્યો હતો. આ સમયે રીષી બચીને ભાગી ગયો હતો અને હુમલાખોરે કેતનસિંહને ઉપરા-છાપરી છરીના ઘા મારી દીધા હતા. જેમાં કેતનસિંહને ઘટના સ્થળે મોત થયું હતું અને ગંભીર રીતે ઘાયલ રીષી હાલ અમદાવાદ સિવિલમાં સારવાર હેઠળ છે.

4 હુમલાખોરોનાં નામ સામે આવ્યાં
ફરિયાદી સહિતના લોકો હુમલાખોરોને ઓળખતા નથી પરંતુ ફરિયાદીએ કલાકો સુધી પાસે બેઠેલા લોકોના સાંભળેલા નામના આધારે શક્તિસિંહ ચૌહાણ, શક્તિસિંહ ડોડીયા, ચેતન બન્ના, યશપાલ વાળા ચાર નામ લખાવ્યા છે. જોકે બે શખ્સોના નામે સામે આવ્યા નથી. હુમલાખોરો ગોધાવી અને તેની આસપાસના હોવાનું સામે આવ્યું છે.

પોલીસે 3 યુવતીની પણ પૂછપરછ કરી
સમગ્ર કેસમાં ઈન્ફોસિટી પોલીસે ઘટનાના સીસીટીવી અને રસ્તાના પરના સીસીટીવીના આધારે આરોપીઓની ઓળખ કરી લીધી હતી. જોકે હુમલા પછી તેઓ ફરાર હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે. સમગ્ર મુદ્દે પોલીસે ત્રણ યુવતીઓની પણ પૂછપરછ કરી હોવાનું જાણવા મળ્યું છે. કારણ કે રીષીએ યુવતીઓનો વૈષ્ણોદેવી સુધી પીછો કર્યા સુધીના ઘટનાક્રમ યુવતીઓની જાણમાં છે. જે બાદ છ હુમલાખોરોએ યુવતીઓએને ત્યાંથી ઘરે રવાના કરીને ગાંધીનગર આવીને હુમલો કર્યો હતો. તેવી માહિતી પ્રાપ્ત થઈ છે.

અન્ય સમાચારો પણ છે...