વિધાનસભામાં સરકાર પર આક્ષેપ:રાજ્યમાં બેફામ ખનીજ ચોરી, દરરોજ 2 કરોડ રૂપિયા ગાંધીનગર પહોંચે છેઃ લલિત વસોયા

ગાંધીનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
લલિત વસોયાએ વિધાનસભામાં ખનીજ ચોરી મામલે રજૂઆત કરી હતી - Divya Bhaskar
લલિત વસોયાએ વિધાનસભામાં ખનીજ ચોરી મામલે રજૂઆત કરી હતી
  • ડેમ સેફ્ટી રિવ્યુ પેનલે લેખિત રિપોર્ટ આપ્યો છતાં સરકાર પગલાં લેતી ન હોવાનો આક્ષેપ
  • ગીર સોમનાથના ઇન્ચાર્જ એસપીએ 11 લીઝ પકડી, તો બીજા દિવસે ચાર્જ પરત લઇ લેવાયોઃ પૂંજા વંશ

રાજ્યમાં બેફામ ખનીજ ચોરી થતી હોવાના અને રોજના બે કરોડ રૂપિયા ગાંધીનગર પહોંચતા હોવાના ગંભીર આક્ષેપો કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ કર્યા હતા. વસોયાએ કહ્યું કે, નદી પરના પુલ, ડેમ પાસે ખનીજ ચોરીથી સરકારી મિલકતોને નુકસાન થાય છે અને સરકાર કોઇ પગલાં લેતી નથી. વસોયાએ પુરાવા પણ વિધાનસભામાં રજૂ કર્યા હતા.

ડેમ સેફ્ટી પેનલનો રિપોર્ટ રજૂ કર્યો
વસોયાએ કહ્યું કે, ભાદર ડેમના નિરીક્ષણ બાદ ગેરરીતીનો લેખિત રીપોર્ટ છે જેમાં સ્પષ્ટ લખ્યું છે કે રેતી ચોરીને કારણે કરોડોના ખર્ચે બનેલા ભાદર-2 ડેમને નુકસાન થઇ રહ્યું છે. ડેમ સેફ્ટી એન્ડ રિવ્યુ પેનલે સ્થળ મુલાકાત લીધી તેના રીપોર્ટમાં સ્પષ્ટ લખ્યું હતું કે અમારી હાજરીમાં ડેમની બાજુમાં આવેલા કોઝ-વે પર જેસીબી દ્વારા ખનીજચોરી કરાઇ રહી છે, છતાં સરકાર દ્વારા પગલાં ન લેવાય તે દુખની વાત છે. ખનીજ ચોરી સામે પગલાં ન લેવાતાં 22 કરોડના ખર્ચે બનેલા 4 ચેકડેમો તૂટી ગયા અને 8 ડેમેજ થયા છે. ખનીજ માફિયાઓ દ્વારા ઇસર ગામમાં ભાજપના જ એક આગેવાનના પગ ભાગી નાખ્યા છે. અધિકારીઓ રેતી ચોરી સામે ફરિયાદ કરવા જાય છે પણ પોલીસ તેમની ફરિયાદ લેતી નથી.

કોંગ્રેસી ધારાસભ્યે પણ રજૂઆત કરી
કોંગ્રેસના પૂંજા વંશે કહ્યું કે, જૂનાગઢના ઇનચાર્જ એસપી રાત્રે 11 વાગ્યે રેડ પાડે અને ઘાંટવડ ગામેથી 11 લીઝ પકડે છે, તો બીજા દિવસે તેમનો ચાર્જ પરત લઇ લેવાય છે. જેનો અર્થ એ થયો કે, જે અધિકારી સારું કામ કરે તેને બદલીને સાઇડઓવર કરી દેવાય છે.

અન્ય સમાચારો પણ છે...