કોંગ્રેસી MLAનો ગંભીર આક્ષેપ:ધંધુકાના રાજેશ ગોહિલે કહ્યું - લઠ્ઠાકાંડના આરોપીને પોલીસે પકડ્યો તો ભાજપના નેતા છોડાવી ગયા હતા

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજેશ ગોહિલ, MLA, ધંધુકા - ફાઇલ તસવીર - Divya Bhaskar
રાજેશ ગોહિલ, MLA, ધંધુકા - ફાઇલ તસવીર

ધંધુકાના કોંગ્રેસ ધારાસભ્ય રાજેશ ગોહિલે એપ્રિલમાં બરવાળા તાલુકા સંકલન સમિતિની બેઠકમાં સમગ્ર તાલુકા અને રોજીદ ગામમાં ખાસ કિસ્સામાં દારૂના દૂષણને દૂર કરવા માટે પત્ર લખ્યો હતો. આ પત્રના પરિણામ સ્વરૂપે સ્થાનિક પોલીસે સંબંધિત આરોપીઓને ત્યાં રેડ કરી ત્યારે કોઇ મુદ્દામાલ મળ્યો ન હતો, જ્યારે તે પછી મામલતદારે જાતે જઇને રેડ કરી, પંચનામું કર્યું અને લઠ્ઠાકાંડમાં સંડોવાયેલાં આરોપીઓ વિરુદ્ધ એફઆઇઆર પણ કરી હતી.

આ સમગ્ર મામલે દિવ્ય ભાસ્કરે ધંધુકા ધારાસભ્ય રાજેશ ગોહિલ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મામલતદારે લીધેલાં એક્શનને કારણે આરોપીઓ પકડાઇ તો ગયાં પરંતુ ત્યાર પછી સ્થાનિક ભાજપના લોકોએ તેમના જામીન કરાવી દીધાં અને તે પછી તરત જ તેઓ ફરી દેશી દારૂ ગાળવાના કામે લાગી ગયા હતા. જો કે ભાજપના આ કયા નેતા હતા તે અંગે રાજેશ ગોહિલે કાંઇ વધુ વિગતો આપી નહીં.

રાજેશ ગોહિલે કહ્યું કે જે રીતે આ પોલીસ સ્ટેશનના એએસઆઇ યાસ્મીન બાનુની દારૂનું સ્ટેન્ડ ચાલું કરાવવા બાબતે બુટલેગર સાથે થયેલી ટેલિફોનિક વાતચીતનો ઓડિયો વાઇરલ થયો તે દર્શાવે છે કે અહીં પોલીસની દેખરેખ હેઠળ જ દારૂનું ઉત્પાદન અને વેચાણ ચાલે છે. ધંધુકા અને બરવાળા તાલુકાના દરેક ગામમાં દેશીદારૂનું પ્રચલન છે. બીજી તરફ ધંધુકાના ધારાસભ્યે છેલ્લાં પાંચ વર્ષમાં એક પણ વાર વિધાનસભામાં પોતાના વિસ્તારમાં ચાલતાં દારૂનો મુદ્દો ઉઠાવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...