તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘ મલ્હાર:ગાંધીનગરમાં દિવસભર અસહ્ય ઉકળાટ બાદ સમી સાંજે વરસાદનું આગમન

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નગરવાસીઓએ વરસતા વરસાદમાં ભરપૂર ભીંજાવાનો આનંદ ઉઠાવ્યો

ગાંધીનગરમાં દિવસ ભર અસહ્ય ઉકળાટ બાદ સમી સાંજે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યા બાદ વીજળીના કડાકા સાથે વરસાદનું આગમન થયું છે. ત્યારે અનેક દિવસથી ભારે ઉકળાટનો સામનો કરી રહેલા નગરવાસીઓએ વરસતા વરસાદમાં ભરપૂર ભીંજાવાનો આનંદ ઉઠાવ્યો હતો.

છેલ્લા ઘણા દિવસોથી ગાંધીનગરમાં પ્રજાજનો ભારે ઉકળાટ ભર્યા માહોલનો સામનો કરી રહ્યા હતા. આજે સમી સાંજે આકાશમાં એકાએક વાદળો ઘેરાયાં હતા. ધૂળની ડમરીઓ સાથે પવન ફૂંકાતો હોવાથી વાતાવરણ ધૂળિયું બની ગયું હતું. બાદમાં વીજળીના કડાકા સાથે ગાંધીનગરમાં છૂટો છવાયો વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

સરકારી ઓફિસ છૂટવાના સમયે અચાનક વરસાદ શરૂ થતાં અનેક લોકો ને મુશ્કેલી પણ વેઠવી પડી હતી. છેલ્લા ઘણા દિવસોથી ગાંધીનગર ની પ્રજા અસહ્ય ઉકળાટનો સામનો કરી રહી હતી. ત્યારે હવામાન વિભાગ ધ્વારા પણ રાજયના ઘણા સ્થળોએ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી. આજે સમી સાંજે પડેલા વરસાદમાં બાળકો સહિત નગરવાસીઓએ ભરપૂર ભીંજાવાનો આનંદ ઉઠાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...