વરસાદનું આગમન:ગાંધીનગરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન, વાતાવરણમાં પલટો આવતાની સાથે અસહ્ય ઉકળાટથી રાહત

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વીજળીના ચમકારા સાથે વાદળોનાં ગળગળાટ વચ્ચે બપોર પછી વરસાદે એંટ્રી કરતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી

રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેવાની સાથે ગાજવીજ સાથે સમગ્ર ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે આજે ગાંધીનગરમાં બપોરે પછી અચાનક વાતાવરણમાં પલ્ટો આવતાંની સાથે વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં અસહ્ય ઉકળાટથી નગરજનોએ રાહત અનુભવી છે.

છેલ્લા કેટલાય દિવસોથી નગરજનો અસહ્ય બફારો તેમજ ઉકળાટ ત્રાહિમામ હતા
ગાંધીનગરમાં છેલ્લા કેટલાય દિવસોથી નગરજનો અસહ્ય બફારો તેમજ ઉકળાટ થી પરસેવે રેબઝેબ થઈ જતાં હતાં. ભાદરવાની ગરમીથી નાગરિકો ત્રાહીમામ થઈ ગયા છે. ત્યારે આજે બપોર પછી અચાનક ગાંધીનગરના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. આકાશમાં કાળા ડીબાંગ વાદળો ઘેરાવાની સાથે વીજળીના ચમકારા સાથે વાદળોનો ગળગળાટની ગર્જનાની સાથેજ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે.

વરસાદ પડતાં વાતાવરણ ઠંડક પ્રસરી જવા પામી
બપોર પછી શરૂ થયેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. ત્યારે વરસાદ પડતાં વાતાવરણ ઠંડક પ્રસરી જવા પામી હતી. જેનાં કારણે છેલ્લા કેટલાય દિવસથી ગાંધીનગરમાં ઉકળાટની સાથે બફારો સહન કરતાં નગરજનોએ રાહત અનુભવી હતી.

બંગાળની ખાડીમાં સર્જાયેલ સાયક્લોનિક સિસ્ટરમ સક્રિય થઇ
ઉલ્લેખનીય છે કે બંગાળની ખાડીમાં સર્જાયેલ સાયક્લોનિક સિસ્ટરમ સક્રિય થઇ છે, જેના કારણે હવામાન વિભાગે આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આગામી 5 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના નીચાણવાળા વિસ્તારોને અલર્ટ રહેવાના પણ આદેશ આપ્યા છે. સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાના આદેશ પણ અપાયા છે.

અન્ય સમાચારો પણ છે...