તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડ્રગ્સ વિભાગનો દરોડો:ફેવિપિરાવિરવાળી ડુપ્લિકેટ દવાના વેચાણ પર દરોડો

ગાંધીનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દવાનું ઓનલાઈન વેચાણ થતું હતું
  • 6.38 લાખનો 4950 દવાનો જથ્થો પકડાયો

ઓનલાઇન ફાર્મસી, બી-હેલ્દી ફાર્મસી અને ફાર્મ ઇઝીના બ્રાન્ડ નેમ હેઠળ કોરોનાની સારવારમાં ઉપયોગી ફેવિપિરાવિર ઘટક ધરાવતી ડુપ્લિકેટ દવા ફેવિમેક્સ 400 ટેબલેટના વેચાણ થતું હોવાની માહિતી રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને મળી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડો પાડતા રૂ. 6,38,550ની કિંમતની 4950 ટેબલેટનો જથ્થો પકડાયો હતો.

ઓનલાઇન ફાર્મસી દ્વારા કોરોનામાં ઉપયોગી ફેવિપિરાવિર ઘટક ધરાવતી દવાની બનાવટી દવા ફેવિમેક્સ 400 ટેબલેટનું હિમાચલ પ્રદેશના સોલોનની મેક્સ રિલીફ હેલ્થકેર કંપનીની ઘાટલોડિયા ખાતેના મે. પાવન ફાર્મામાંથી ખરીદ કરાયેલી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પકડી પાડી હતી. તેમ ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશ્નર ડૉ. એચ.જી.કોશિયાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, પાવન ફાર્માએ દવા મહારાષ્ટ્રના સતારા ખાતેના પાર્શ્વ મેડિકલ સ્ટોર્સ અને મુંબઇના ગોરેગાંવ ઇસ્ટના શિવ સૃષ્ટિ સર્જીમેડ પાસેથી ખરીદી હતી. હિમાચલ પ્રદેશની મેક્સ રિલીફ હેલ્થકેર કોઇ નિયત લાઈસન્સ ધરાવતા ન હોવાથી કંપની પણ ડુપ્લિકેટ હોવાનું બહાર આવ્યું હતું.

નકલી કંપની દ્વારા DCG(I) ન્યૂ દિલ્હીના નામના બનાવટી પ્રોડક્ટ લાયન્સ, બોગસ ડ્બલ્યુ એચ.ઓ. જી.એમ.પી સર્ટિફિકેટ અને મે. કોવેલેન્‍ટ હેલ્થકેર, કોલકત્તા, વેસ્ટ બંગાળના નકલી નામે માર્કેટિંગ થતું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. ડ્રગ્સ વિભાગે ઓનલાઇન ફાર્મસી, બી-હેલ્દી ફાર્મસી અને ફાર્મ ઇઝીના દ્વારા ડુપ્લિકેટ દવા વેચાણ થતા નોટિસ કારણદર્શક નોટિસ ફટકારાઈ છે.

અન્ય સમાચારો પણ છે...