તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:પેથાપુરની સીમમાં ચાલતા જુગાર ધામ પર દરોડો, અમદાવાદના સાત શકુનિઓ સહિત બે લાખનો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિજયસિંહ વાઘેલાના બોર ઉપર મોટા પાયે જુગાર ધામ ધમધમી રહ્યું હતુ
  • દહેગામ હરસોલી ગામનાં તળાવ પર ખુલ્લા મેદાનમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ચાર શકુનિયો પણ ઝડપાયા

ગાંધીનગરનાં પેથાપુર ગામની સીમમાં આવેલા ખેતરના બોર પર ચાલતા જુગાર ધામ પર પોલીસે ત્રાટકીને અમદાવાદના સાત શકુનિયો, રોકડ રકમ, વાહનો તેમજ મોબાઇલ ફોન સહિત 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી. તે સિવાય દહેગામ હરસોલી ગામનાં તળાવ પર ખુલ્લા મેદાનમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ચાર શકુનિયોને પણ દહેગામ પોલીસ દ્વારા ઝડપી લઈ દસ હજાર છસ્સોનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જુગાર રમતા શકુનિયોમાં દોડધામ મચી

ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સૂચનાથી પેથાપુર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગ કરી રહ્યો હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે પેથાપુર ગામની સીમમાં આવેલા વિજયસિંહ વાઘેલાના બોર ઉપર મોટા પાયે જુગાર ધામ ધમધમી રહ્યું છે. જેનાં પગલે પોલીસ કાફલો બાતમી વાળી જગ્યાએ ત્રાટક્યો હતો. ત્યારે જુગાર રમતા શકુનિયોમાં દોડધામ મચી જવા પામી હતી.

જો કે પોલીસે સમગ્ર વિસ્તારને અગાઉથી કોર્ડન કરી લઈને અજય ઘનશ્યામભાઈ બ્રહ્મભટ્ટ (રહે સાબરમતી જીઈબી કવાર્ટર અમદાવાદ), સલીમ અબ્દુલ મનસૂરી (રહે સેકટર 28 ચરેડી છાપરા), કેતુમન જગદીશભાઈ મોદી( રહે રાયપુર અમદાવાદ), સુનીલ ઉર્ફે કિરીટ અર્જુનદાસ વાણિયા (રહે ન્યુ જય ભવાની નગર, અમરાઈવાડી અમદાવાદ), સમીર દિલીપભાઈ બ્રહ્મભટ્ટ રહે શ્રમ જીવી ફ્લેટ, બાપુનગર) રજનીકાંત કાળુંભાઈ પટેલ (રહે વર્ણીરાજ સોસાયટી સાનિધ્ય પાર્ક, નિકોલ) તેમજ રફીક ઈબ્રાહીમ સિપાઈ( રહે. પેથાંપુર તરપોજ વાસ) ને આબાદ રીતે ઝડપી લીધા હતા.

બન્ને ઈસમો ફરાર થઈ જવામાં સફળ રહ્યાં

પકડાયેલ શકુનિયો પાસેથી પોલીસે રૂ.53 હજાર 410 રોકડ રકમ, 14 હજારની કિંમતના 7 મોબાઇલ ફોન, રૂ.1.40 લાખના 5 વાહનો તેમજ જુગારનું સાહિત્ય મળીને કુલ રૂ. 2 લાખ 7 હજાર 40 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમની કડકાઈથી પૂછતાછ કરતાં વિજયસિંહ વાઘેલાએ બોરની જગ્યા જુગાર રમવા ભાડે આપી આપી હતી. જેનું સંચાલન ચરેડી છાપરામાં રહેતો હુસૈન ઉર્ફે મામલો ઈબ્રાહીમ સિપાઈ કરતો હોવાનું ખુલવા પામ્યું હતું. જો કે આ દરોડા દરમિયાન બન્ને ઈસમો ફરાર થઈ જવામાં સફળ રહ્યાં હતા.

મેદાનમાં લાઈટના અજવાળે 4 જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા

દહેગામ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ નીકુલકુમારની બાતમીના આધારે સબ ઈન્સ્પેક્ટર જે.કે.રાઠોડ સહિતના સ્ટાફે દહેગામ હરસોલ રોડ પર આવેલા રૂહોનાં તળાવના ખુલ્લા મેદાનમાં લાઈટના અજવાળે 4 જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. જેમાં ઉમેદસિંહ લક્ષ્મણસિંહ બીહોલા (રહે દરબારવાસ કડાદરા દહેગામ) ભિખાજી મેલાજી બીહોલા( રહે કડાદરા દહેગામ), રાજેન્દ્ર વિક્રમસિંહ ચૌહાણ (રહે હરસોલ દહેગામ) તેમજ સુરેન્દ્રસિંહ સાલુંસિંહ ઝાલા (રહે હરસોલ દહેગામ)ને રંગેહાથ ઝડપી લઈ જુગાર સાહિત્ય તેમજ રોકડ રકમ મળીને કુલ રૂ.10 હજાર 600નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...