આદેશ:રેશનિંગના અનાજ વિતરણમાં બાધારૂપ ટેક્નિકલ મુશ્કેલી ઝડપી ઉકેલો: કલેક્ટર

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાનૂની માપ વિજ્ઞાન તંત્રની કામગીરીની સમીક્ષા કરાઈ
  • સાચા લાભાર્થીને રેશનિંગનું અનાજ મળે તેની તકેદારી રાખવા આદેશ

રેશનિંગનું અનાજ સાચા લાભાર્થીઓને જ મળે તેની ખાસ તકેદારી રાખવા માટે સબંધિંત અધિકારીઓને સુચના આપી હતી. ઉપરાંત લાભાર્થીઓને રેશનીંગના અનાજ વિતરણમાં બાધારૂપ બનતી ટેકનિકલનો ઝડપી ઉકેલ લાવવાનો જિલ્લા કલેક્ટરે આદેશ કર્યો છે.

જિલ્લાના લાભાર્થીઓને રેશનિંગના અનાજનો જથ્થો મળી રહે તેમજ સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર ડો.કુલદીપ આર્યના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન ગાંધીનગર જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમાં કલેક્ટરે જણાવ્યું હતુું કે અરજદારો દ્વારા જે પ્રશ્નોની રજુઆત કરવામાં આવે છે. ​​​​​​​તેને ધ્યાનથી સાંભળવી તેમજ અરજદાર દ્વારા રજુ કરવામાં આવેલા પ્રશ્નોની યોગ્ય તપાસ કરવા સબંધિત અધિકારીઓને કડક સુચના આપી હતી.

આ ઉપરાંત રેશનિંગની અનાજ સાચા લાભાર્થીઓને જ મળે તેની ખાસ તકેદારી રાખવા માટે અધિકારીઓને સુચના આપી હતી. ઉપરાંત ઇ.એફ.પી.એસ. હેઠળ થયેલા ઇ-ટ્રાન્ઝેક્શનની સંખ્યા, ગાંધીનગર જિલ્લાના કુલ કેટેગરીવાઇઝ રેશનકાર્ડ, એન.એફ.એસ.એ. કેટેગરીવાઇઝ રેશનકાર્ડ, એનએફએસએસ. એક્ટ અંતર્ગતની વિગત (એપ્રિલ-2022 અંતિત), રેશનકાર્ડ સાથે આધારકાર્ડને લીંક કરવાની બાકી રહેલી કામગીરી સત્વરે પૂર્ણ કરવાની સુચના આપી હતી.

ઉપરાંત કાનુની માપ વિજ્ઞાન તંત્રની કામગીરીની પણ સમીક્ષા કર્યા બાદ તેમાં રહેલી ખામીઓને તાકિદે દુર કરવા જણાવ્યું હતું. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા એપ્રિલ-2022 માસના અંતિત થયેલી કામગીરીની સમીક્ષા કરીને જરૂરી સુચના કલેક્ટરે આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સુરભી ગૌત્તમ, જિલ્લા પુરવઠા અધિકારી સહિત સબંધિત વિભાગના અધિકારીઓ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...