તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોઢવાડિયાનો આક્ષેપ:ટેકાના ભાવે 2.02 લાખ ટન જ મગફળી ખરીદી, સરકારે પાક ખરીદીમાં પણ છેતરપિંડી કરી

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 13.66 ટન ખરીદીની જાહેરાત કરાઈ હતી

રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2021-22માં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે પાક ખરીદીમાં પણ છેતરપિંડી કરી હોવાનું પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જૂન મોઢવાડિયાએ જણાવ્યું હતું. તેમણે કહ્યુ કે, ગુજરાતમાં 15.12 લાખ ટન કઠોળ અને તેલબિયાની ખરીદીની સરકારે જાહેરાત કરી હતી, પણ માત્ર 2.03 લાખ ટનની ખરીદી કરી હતી. તેમણે કહ્યું હતું કે, સરકારે મગફળીની 13.66 લાખ ટન મગફળીની રૂ. 1055 પ્રતિ મણ ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી હતી, પરંતુ માત્ર 2.02 લાખ ટનની ખરીદી કરવામાં આવી હતી. રાજય સરકારે મગ, અડદ, સોયાબીનની ખરીદી ટેકાના ભાવે શૂન્ય કરી હતી. જયારે 66 હજાર ટન તુવેર ખરીદીનું લક્ષ્ય હતુ,પણ 426 ખેડૂત પાસેથી 575 ટનની ખરીદી કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...