તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:કપડાની દુકાનમાંથી 1.16 લાખની ખરીદી કરી, ચેક બાઉન્સ થતાં ગુનો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગઠિયાએ મિત્રો માટે 43 જોડી કપડાં સીવડાવ્યાં હતાં
  • વેપારીએ સે-21 પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી

સેક્ટર 21મા આવેલી કપડાની દુકાનમાથી કાપડ ખરીદી અને કપડા સિવડાવી રૂપિયા 1.16 લાખની બીલ નહીં ચૂકવી છેતરપિંડી કરાઈ હતી. આરોપીઓ દ્વારા અલગ અલગ મિત્રોના 43 જોડી કપડા સિવડાવ્યા હતા. જ્યારે ચેક આપ્યો હતો, પરંતુ બાઉન્સ થતા આખરે વેપારીએ સેક્ટર 21 પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

મળતી માહિતી મુજબ વિક્રમભાઇ વસંતભાઇ રાઠોડ (રહે, સેક્ટર 21, ગુજરાત હાઉસિંગ બોર્ડ) સેક્ટર ડીસ્ટ્રીક્ટ શોપિંગ સેન્ટરમાં શાકમાર્કેટના પાછળના ભાગે આવેલી ક્લાસિક મેન્સવેરમાં કાપડ વેચાણ અને કપડા સીવવાની કામગીરી કરે છે. ત્યારે વર્ષ 2020માં વિજયસિંહ કનુસિંહ જાડેજા (રહે, સૌદર્ય 444, સરગાસણ, ગાંધીનગર) કપડા ખરીદી કરવા ગયો હતો. તે સમયે 2 થી 3 વખત દુકાનમા આવ્યો હતો. ત્યારબાદ તેણે પોતાના મિત્રો માટે પણ કાપડ ખરીદી કરી સીવડાવ્યા હતા. વેપારીને તેના મિત્રો માટે ફોન કરીને કહેવામાં આવતુ હતુ કે, મારા મિત્રો આવે છે, તેમને કપડા આપજો.

જેમા તેના મિત્રો ચંદનસિંહ, ભરતસિંહ (મુછ્છડ) દ્વારા સફારી સીવડાવાઈ હતી. જ્યારે જયેન્દ્રસિંહ, સુરજસિંહ, સંજયભાઇ, મુકેશ ચૌધરી, અરવિંદસિંહ, ઘનશ્યામસિંહ, જીતેન્દ્રસિંહ ચાવડા, કૃણાલસિંહ ભાટી અને દિનેશભાઇએ મળીને કુલ 43 જોડી કપડા માટે કાપડ ખરીદી કરી ત્યાં જ સીવડાવ્યા હતા. તમામ કાપડની સીલાઇ સહિતનું 1,16,110નું બીલ બન્યું હતુ. ખરીદી કર્યા બાદ રોકડા રૂપિયા નહીં હોવાના કારણે વિજયસિંહ જાડેજાએ તેની પત્નિના બેંક એકાઉન્ટનો ચેક આપ્યો હતો. જેને ગત 21 નવેમ્બર 2020ના રોજ સેક્ટર 21 મહારાષ્ટ્ર બેંકના ખાતામા જમા કરાવ્યો હતો, જે બાઉન્સ થયો હતો. જેને લઇને વેપારીને વિશ્વાસમાં લઇ નાણા નહીં ચૂકવી છેતરપિંડી કરતા સેક્ટર 21 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...