તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેન્દ્રો શરૂ થશે:જનસેવા, આધાર નોંધણી, ઇ-ધરા કેન્દ્રો આજથી શરૂ

ગાંધીનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • થૂંકવા પર દંડ વસૂલવામાં આવશે
  • કોરોનાના નિયમોના યોગ્ય પાલન માટે દરેક કેન્દ્ર પર એક કર્મી નોડલ તરીકે કામ કરશે

ગાંધીનગર જિલ્લા કલેકટર કચેરી અને જિલ્લાની મામલતદાર કચેરી ખાતે આવેલા જનસેવા કેન્દ્ર, આધાર નોંધણી કેન્દ્ર તથા ઇ- ધરા કેન્દ્રો આજથી શરૂ થશે. કલેકટર ર્ડા. કુલદીપ આર્યએ કહ્યું હતું કે, ‘હાલમાં કોરોના વાઇરસનું સંક્રમણ ઓછું થતાં કોરોના નિયમોના પાલન સાથે હવે કેન્દ્રો શરૂ થશે. કેન્દ્રો પર આવનાર તમામ વ્યક્તિઓએ ફરજિયાત પણે મોઢુ ઢાંકવાનું રહેશે અથવા માસ્ક પહેરવાનું રહેશે. પાંચ કે તેથી વધુ અરજદારો એક સાથે ભેગા ન થાય તેની તકેદારી રાખવાની રહેશે. તેની સાથે કચેરીના સ્થળ ખાતે થૂંકવા બદલ દંડ વસૂલવા કરવામાં આવશે.’ કેન્દ્રો પર નાગરિકોના ટેમ્પરેચરની ચકાસણી, હાથ ધોવા તથા બની શકે તો સ્પર્શ રહીત સેનેટાઇઝરની વ્યવસ્થા જનસેવા કેન્દ્રો, આધાર કેન્દ્રો તથા ઇ- ધરા કેન્દ્રો તેમજ દરેક આવવા- જવાના સ્થળ ખાતે ઉપલબ્ધ કરાવવાની રહેશે. નિયમોનું યોગ્ય પાલન થાય તે માટે એક કર્મીને નોડલ તરીકે રખાશે.

અન્ય સમાચારો પણ છે...