દીક્ષાંત સમારોહ:જાહેર આરોગ્ય સ્નાતકો પાસે રાષ્ટ્રીય અને આં.રા. સંસ્થાઓમાં અનુભવ માટે વ્યાપક તક : રેમ્યા મોહન

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારતીય જાહેર આરોગ્ય સંસ્થાન ગાંધીનગર દ્વારા 5મો પદવીદાન સમારંભ 2021 યોજાયો

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ ગાંધીનગર યુનિવર્સિટીએ 19મી ડિસેમ્બરે માસ્ટર ઑફ પબ્લિક હેલ્થ અને માસ્ટર ઑફ હૉસ્પિટલ એડમિનિસ્ટ્રેશનની બેચ 2019-21 માટે વાર્ષિક દીક્ષાંત સમારોહ 2021 યોજ્યો હતો. આ વર્ષે કોરોનાને ધ્યાનમાં રાખીને કૅમ્પસમાં દીક્ષાંત સમારોહ યોજાયો હતો.

સુશ્રી રેમ્યા મોહને જાહેર આરોગ્ય અને હોસ્પિટલ વહીવટના મહત્વ પર ભાર મૂક્યો હતો. બે વર્ષમાં દેશને સરકારી હોસ્પિટલોમાં વધતા જતા પગપેસારો અને જટિલતા નિયંત્રિત કરવા ખાસ કરીને સક્ષમ હોસ્પિટલ સંચાલકોની જરૂર છે. વધુમાં જણાવ્યું હતું કે જાહેર આરોગ્ય સ્નાતકો પાસે વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં અનુભવ માટે અત્યંત વ્યાપક ક્ષેત્ર છે.

ડો. દિલીપ માવલંકરે 3 પાઠ ભેટ આપ્યા કે આ ક્ષેત્રોમાં યુવા સ્નાતકો તરીકે તેઓએ રાષ્ટ્રના પાયાના સ્તર માટે તૈયાર રહેવું જોઈએ, બીજું, તેમણે વાંચન અને સાંભળતા રહેવાની સલાહ આપી હતી.સમારોહમાં મુખ્ય અતિથિ, રેમ્યા મોહન, IAS, રાષ્ટ્રીય આરોગ્ય મિશન, ગુજરાતના મિશન ડાયરેક્ટરની હાજરી દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.પરિમલ નથવાણી, (પ્રેસિડેન્ટ અને ચેર, ગવર્નિંગ કાઉન્સિલ ઑફ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ ગાંધીનગર, સંસદ સભ્ય અને પ્રમુખ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ), કે જેઓ હાજરી આપી શક્યા ન હતા, પરંતુ તેમણે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.આઇ.આઇ.પી.એચ.જી.ના ડાયરેક્ટર ડો. દિલીપ માવલંકર દ્વારા દીક્ષાંત સમારોહને ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે રેમ્યા મોહનના હસ્તે 80 વિદ્યાર્થીઓને પબ્લિક હેલ્થ અને હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશનમાં મેરીટોરીયસ વિદ્યાર્થીઓ માટે માસ્ટર ડિગ્રી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...