રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાફેર બદલીનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગાંધીનગર જિલ્લાએ જિલ્લાફેર બદલીની કામચલાઉ શ્રેયાન યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આથી જે કોઇ શિક્ષકોને વાંધો હોય તો દિન-10માં જરૂરી આધાર પુરાવા સાથે અરજી કરવાની રહેશે.
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષકોની જિલ્લાફેર બદલીનું ઓનલાઇન અરજીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના શિક્ષણ વિભાગના ગત તારીખ 1લી, એપ્રિલ-2022 તથા ગત તારીખ 14મી, ઓક્ટોબર-2022ના પ્રાથમિક શિક્ષકોની બદલીના ઠરાવની જોગવાઇ મુજબ તારીખ 31મી, ડિસેમ્બર સુધી પાત્રતા ધરાવતા તમામ શિક્ષકોની જિલ્લાફેર બદલીઓની અરજીઓ મંગાવવામાં આવી છે.
જે અંતર્ગત રાજ્યભરના અન્ય જિલ્લાઓમાંથી ફેરબદલીથી ગાંધીનગર જિલ્લામાં આવવા માંગતા હોય તેવા શિક્ષકો માટે આવેલી અરજીઓના આધારે કામચલાઉ શ્રેયાન યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. વિષયવાર તૈયાર કરેલી શ્રેયાન યાદીને પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં જિલ્લાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કે આચાર્યોને કામચલાઉ શ્રેયાન યાદીને પ્રસિદ્ધ કરવાની સુચના આપી છે. જે અંતર્ગત શ્રેયાનયાદીમાં શ્રેયાન ક્રમ અંગે કોઇ વાંધો હોય તો તે અરજી કરવાની તક આપી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.