રસ્તા રોકી વિરોધ:LRD મહિલા ઉમેદવારોનો રસ્તા રોકી વિરોધ, આંદોલનો ઉગ્ર બન્યાં

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આશ્રિત પરિવારોનું પોલીસ સાથે ઘર્ષણ, 70ની અટકાયત થઈ

2018ની એલઆરડી ભરતીમાં ડોક્યુમેન્ટ વેરીફિકેશન બાદ બિનઅનામત વર્ગની 313 મહિલાઓને નિમણૂંકપત્રો નહીં મળતા આ ઉમેદવારો છેલ્લા 11 દિવસથી ઉપવાસ પર બેઠી છે. ગઇકાલે વિધાનસભામાં ઘૂસીને દેખાવો કર્યા બાદ તેમણે ગુરૂવારે ગાંધીનગરના ચ-રોડ પર વાહનો રોકીને ચક્કાજામ કર્યો હતો. ધારાસભ્યો સમક્ષ રજૂઆત માટે જતા કિસાન સંઘના 16 નેતાઓની અટકાયત કરવામાં આવી હતી.

રહેમરાહે નોકરીની માંગણી સાથે આશ્રિત પરિવારોએ સતત પોતાના દેખાવ ચાલું રાખ્યા હતા. સત્યાગ્રહ છાવણી ખાતે દેખાવકાર મહિલાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં 70 લોકોની અટકાયત કરી હતી. ટીમ ઓપીએસ દ્વારા આજે પેનડાઉનનો કાર્યક્રમ અપાયો હતો ત્યારે બોર્ડ-નિગમ અને નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા પડતર પ્રશ્નોને લઇને શુક્રવારે સાંજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે કેન્ડલ માર્ચનો કાર્યક્રમ યોજાશે. વીસીઇ મંડળની હડતાળ પણ ચાલું છે.

અન્ય સમાચારો પણ છે...