વિરોધ:નારદીપુરની શૈક્ષણિક સંસ્થામાં રબર સ્ટેમ્પ કારોબારીની વરણીનો વિરોધ

ગાંધીનગર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિયમ વિરુદ્ધ જૂની કારોબારીના સભ્યોને પાણીચંુ આપી 9 સભ્યોની વરણી કરતાં ભારે વિરોધ

નારદીપુરમાં આવેલી ગ્રામ સેવા મંદિર સંસ્થામાં જૂની કારોબારીને નિયમ વિરુદ્ધ ખદેડી મુકવામાં આવી છે. જ્યારે તેની સામે રબર સ્ટેમ્પ વ્યક્તિઓની નવી કારોબારીમાં સ્થાન આપવાનો આક્ષેપ ગામના આગેવાન દ્વારા કરવામાં આવ્યો છે. આ બાબતી માહિતી ગ્રામજનોને ખબર પડતા લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

નારદીપુર ગામની ગ્રામ વિકાસ સમિતિના આગેવાન નરેન્દ્રભાઇ પટેલે આક્ષેપ સાથે કહ્યુ હતુ કે, શૈક્ષણિક સંસ્થા ગ્રામ સેવા મંદિરનુ કેમ્પસ મોટુ છે. વર્ષોથી સંસ્થાના વહિવટ કર્તાઓ પોતાની મનમાની કરીને એક હથ્થુ સાશન ચલાવતા હતા. પરિણામે શિક્ષણનુ સ્તર નીચે ઉપરતુ ગયુ છે અને ગામના બાળકોનુ ભવિષ્ય અંધકાર મય બનાવી દીધુ છે. વર્ષ 2015મા ગામના નાગરિકો એકઠા થયા હતા અને સંસ્થાને સાધારણ સભા બોલાવવાની ફરજ પડી હતી. ગામ લોકોની કારોબારી બનાવી શિક્ષણ સુધારણાના પ્રયાસ કર્યા હતા.

જમા સુધારો પણ થયો હતો, ગ્રામ લોકોન. વિશ્વાસમા લેવા માટે જાગૃતિ અને પ્રગતિ માટેના ઠરાવ કર્યા હતા. તેમ છતા એક હથ્થુ સાશન ચાલુ રાખવા ગામ લોકોની કારોબારીને અંધારામા રાખી વિશ્વાસઘાત કરવામા આવ્યો છે. ગામ સમિતિના સભ્યોને અંધારામા રાખી તેમને જાણ કર્યા વિના વર્ષ 2021મા સંસ્થાના મળતિયાઓ અને કહ્યાગરા રબર સ્ટેમ્પ લોકોની કારોબારી બનાવી દેવામા આવી હતી. જ્યારે જૂની કારોબારીને બારોબાર રવાના કરી દીધી હતી. આ તમામ બાબતનો ગ્રામજનો દ્વારા ભાંડો ફોડાતા સાધારણ સભામા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...