તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યાદી જાહેર કરવાનું ટાળ્યું:નિરીક્ષકોની યાદી સામે વિરોધ થતાં યાદી જાહેર કરવાનું ટાળ્યું, દહેગામ ભાજપમાં ઉમેદવારોની પસંદગી મુદ્દે હોબાળો, મામલો પ્રદેશ પ્રમુખ સુધી પહોંચ્યો

ગાંધીનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • નિરીક્ષકોએ વિશ્વાસમાં ન લીધાની ફરિયાદો, વિવાદ વધવાની શક્યતા

દહેગામ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ટિકિટ ફાળવણી મામલે ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ચોક્કસ જૂથના કાર્યકરો દ્વારા પોતાના નેતાને ટિકીટ નહીં મળવાની શક્યતાને પગલે હોબાળો મચાવતા મામલો પ્રદેશ પ્રમુખ સુધી પહોંચ્યો છે.

દહેગામમાં ટિકિટ ફાળવણીનો વિવાદ વકરવાને પગલે ભાજપે યાદી જાહેર કરવાનું ટાળ્યું છે. બુધવારે ઉમેદવારોની યાદી આખરી થઇ હોવા છતાં મોડી રાત સુધી જાહેરાત કરવામાં આવી ન હતી. ઉમેદવારોને સીધા મેન્ડેટ અપાય તેવી શક્યતા છે. દહેગામ નગરપાલિકામાં ભાજપના નેતાઓમાં જૂથવાદને પગલે ભાજપના નેતાઓ ડેમેજ કંટ્રોલની ભૂમિકામાં આવી ગયા છે. નિરિક્ષકો દ્વારા અપાયેલી પેનલમાં પૂર્વગ્રહ રાખીને કેટલાક નેતાઓને બાકાત રખાયા હોવાના આક્ષેપ સાથે ચોક્કસ જૂથના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. જિલ્લાના નેતાઓથી મામલો થાળે નહીં પડતાં આખરે આ આગેવાનોને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા સમક્ષ લઇ જવાયા હતા. આ બંને નેતાઓએ હાલ તો સમજાવટથી વાત પુરી કરવાનો પ્રયાસ કર્યો છે. બીજીતરફ પ્રદેશ ભાજપે દહેગામ નગરપાલિકા માટે નિરિક્ષકો દ્વારા અપાયેલી યાદીને જ મંજૂરી અપાઇ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. જેના પગલે આગામી દિવસોમાં દહેગામ નગરપાલિકામાં વિવાદ વકરે તેવી સ્થિતિ છે.

સ્થાનિક નેતાઓ અને કાર્યકરોની નારાજગી ખાળવા માટે દહેગામ નગરપાલિકાની યાદી જાહેર કરવામાં આવી નથી. ઉમેદવારોનો સીધો સંપર્ક કરીને વિગતો તૈયાર કરવા જણાવાશે અને ફોર્મ ભરતી વખતે સીધા મેન્ડેટ અપાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો