ગાંધીનગર સાહિત્ય સભાના બિન ગુજરાતી પ્રમુખ સામે વિરોધનો વંટોળ ઉભો થયો છે. સાહિત્ય સભાના આજીવન સભ્ય સ્વપ્નીલ મહેતાએ કહ્યુ હતુ કે, ગાંધીનગરમા અનેક સાહિત્યરસીકો વસવાટ કરે છે. તેમ છતા એક બિન ગુજરાતી વ્યક્તિને પ્રમુખ બનાવ્યો છે. મહારાષ્ટ્ર સાહિત્ય સભાની મુલાકાત દરમિયાન મે જાણ્યુ હતુ કે, ત્યા કોઇ ગુજરાતી વ્યક્તિ સભ્ય પણ નથી. જેને લઇને તેમણે પ્રમુખ સામે વાંધો ઉઠાવ્યો છે.
ગાંધીનગર સાહિત્યસભામા ઉકળતો ચરૂ જોવા મળી રહ્યો છે. જોકે, હવે ધીરે ધીરે સાહિત્યસભાની કામગીરી અને સભ્યોની વરણીનો રોષ ખૂલીને બહાર આવી રહ્યો છે. ગાંધીનગર સાહિત્યસભાના આજીવન સભ્ય સ્વપ્નિલ મહેતાએ સાહિત્ય સભાના પ્રમુખ તરીકે કાર્યરત સંજય થોરાતની વરણી સામે નારાજગી દર્શાવી સવાલ ઉઠાવ્યા છેકે, મહારાષ્ટ્રની સાહિત્યસભામા એક પણ ગુજરાતીને સ્થાન આપવામા આવ્યુ નથી ? તો ગાંધીનગરમા કેમ ? તેમણે સોશિયલ મીડીયામા પત્ર વાઇરલ કર્યા બાદ કહ્યુ હતુ કે, મે જે પત્ર સોશિયલ મીડીયામા ફરતો કર્યો છે, તે તમામ બાબત મારા દ્વારા જ લખવામા આવી છે.
મારી દ્રષ્ટ્રીએ સાહિત્યસભાનો પ્રમુખ ગુજરાતી હોવો જોઇએ. તેની નોકરી ગાંધીનગર અને આસપાસમા હોવી જોઇએ. સાહિત્યના તમાર સ્વરૂપમા ભલે કલમ ડુબી ન હોય, પરંતુ સાહિત્યની તમામ કળા ઉપર તેની જાણકારી હોવી જોઇએ. તે ઉપરાંત સ્વભાવે ધીરગંભીર અને તમામને સાથે લઇને ચાલનારો હોવો જોઇએ. સ્વપ્નીલ મહેતાએ વધુમાં કહ્યુ હતુ કે, મહારાષ્ટ્રની તમામ નાની મોટી સંસ્થાઓની વિગતનો અભ્યાસ કરતા મને જણાયું કે, ત્યાંની સાહિત્ય સભામા એક પણ ગુજરાતી પ્રમુખ નથી. આપણને કાકા સાહેબ “સવાઈ ગુજરાતી”નુ નામ આપી ગયા પણ તેઓ ખુબ જ વિદ્વાન હતાં. આ ગુજરાતી સર્જક અને ભાવની અસ્મિતાનો સવાલ છે.
ઉલ્લેખનિય છે કે ગાંધીનગર સાહિત્ય સભામાં ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે. જો કે હવે ધીરેધીરે સાહિત્ય સભાની કામગીરી અને સભ્યોની વરણીનો રોષ ખુલીને બહાર આવી રહ્યો છે. સભાના આજીવન સભ્ય સ્વપ્નિલ મહેતા સભાના પ્રમુખ સામે નારાજગી દર્શાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.