તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજ્ય મહેસૂલ વિભાગનો આદેશ:રાજ્યમાં 9 મામલતદારનું ડે.કલેક્ટર તરીકે પ્રમોશન

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા 9 જેટલા મામલતદારોને ડેપ્યુટી કલેક્ટર તરીકે પ્રમોશનના આદેશ કરવામાં આવ્યા છે. જેમાં મહેસાણા મામલતદાર ડી.કે.મજેતરને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, સુરેન્દ્રનગર, શિહોર મામલતદાર ડી.એસ.નિનામાને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, બનાસકાંઠા, ગોધરા મામલતદાર જે.સી.ગરાસીયાને જિલ્લા પુરવઠા અધિકારી, પંચમહાલ, જોટાણા મામલતદાર એસ.કે.ડાભીને નાયબ કલેક્ટર, અરવલ્લી, દહેગામ મામલતદાર એસ.એલ.રાઠોડને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, ખેડા, નડીયાદ મામલતદાર બી.એસ.ખોખરીયાને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, પોરબંદર, અમદાવાદ મામલતદાર એ.એચ.શેરસીયાને પ્રાંત અધિકારી, વાંકાનેર, સરસ્વતી મામલતદાર એન.એસ.દિયાને નાયબ કલેક્ટર, પાટણ, કામરેજ મામલતદાર એમ.બી.પટેલને પ્રાંત અધિકારી, મહેસાણા ખાતે મૂકવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...