તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગાંધીનગરમાં સેક્ટર-28 સ્થિત અને દેશભરમાં નામના ધરાવતી કલ્પતરુ પાવર ટ્રાન્જિક્શન લિ. કંપનીમાંથી 2,44,96,345 રૂપિયાની ઉચાપત કરનાર પ્રોજેક્ટ મેનેજરની ધરપકડ કરાઈ છે. કંપનીના પ્રોજેક્ટ મેનેજર દ્વારા 6 જેટલા સબ કોન્ટ્રાક્ટરો સાથે મળીને આ ઉચાપત કરવામા આવી હતી. જે મુદ્દે સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં 7 સામે છેતરપીંડી, વિશ્વાસઘાત અને જાનથી મારી નાખવાની ધમકી અંગે ફરિયાદ નોંધાઈ હતી. જે અંગે સેક્ટર-21 પીઆઈ એ. જે. ચૌહાણ તપાસ શરૂ કરી હતી. આ કેસમાં પ્રોજેક્ટ મેનેજર અશ્વીનીકુમાર શીવપૂજન સીંગ(રહે-પકરીકલ્લા, ઉત્તરપ્રદેશ) છેલ્લા 10 મહિનાથી નાસતો ફરતો હતો. આરોપી વારાણસી હોવાની બાતમી મળતા પોલીસે સે-21 પોલીસ ટીમે ત્યાં જઈને તેને ઝડપી પાડ્યો હતો.
ફરિયાદ મુજબ અશ્વીનીકુમાર શિવપુજન સીંગ 2014થી કંપનીમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કરતો હતો. એપ્રિલ-2018માં કંપનીને આઈઓસીએલ તરફથી પારાદીપ-હૈદરાબાદ 600 કિલોમીટર પાઈપ લાઈનના પ્રોજેક્ટનું કામ મળ્યું હતું. અશ્વીનીકુમાર ઓરિસ્સાના બહેરામપુર ખાતે કંપનીની પેટા ઓફિસમાં બેસીને સંપૂર્ણ કામોની દેખરેખ રાખતો હતો. ઓક્ટોબર-2019માં કંપનીને ધ્યાને આવ્યું હતું કે અશ્વીનીકુમાર સીંગ પોતે રાખેલા પેટા કોન્ટ્રાક્ટરો સાથે મળીને ખોટા બીલો પાસ કરાવે છે. જેમાં તે કંપનીએ આપેલી મશીનરી અને વ્હીલક્સનો ઉપયોગ પેટા કોન્ટ્રાક્ટરો પાસે કરાવી તેના બીલ કંપનીમાં પાસ કરાવતો હતો. જેમાં પોતે રોકેલા પેટા કોન્ટ્રાક્ટર્સ ઈશ્વરચંદ્ર ગરનાયક, લલીતેદું પરીડ, પાઠક એન્જિનિયરિંગ, નીમીષ ઈન્ફ્રા, બીટનકુમાર દેહુરી, કેશન એન્ટરપ્રાઈઝ સાથે મળી છેતરપિંડી કરી હતી. ઉપરાંત અશ્વીનીકુમારે પ્રોજેક્ટની કામગીરી દરમિયાન ઈશ્વરચંદ્ર ગરનાયક ફર્મ તેમજ પેટા ફર્મ જગન્નાથ કન્સ્ટ્રક્શન સાથે મળી આ પ્રકારે મશીનરીનો ઉપયોગ કરી 94,20,395 રૂપિયાની છેતરપિંડી કરી હતી. સાથે જ મશીનરીના ઉપયોગમાં વપરાયેલા ફ્લુઅલનું 35,75,950નું બીલ પણ કંપનીમાંથી પાસ કરાવ્યું હતું. જેને પગલે પ્રોજેક્ટ મેનેજર અશ્વિનીકુમાર તથા 6 પેટા કોન્ટ્રાક્ટર્સ મળી કુલ 7 સામે ફરિયાદ થઈ હતી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.