આક્રોશ:નદીમાં મૂર્તિ વિસર્જન સામે પ્રતિબંધ ટોળા સાથે વિસર્જનની પણ મનાઈ

ગાંધીનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં ગણેશ વિસર્જનની શરૂઆત, ઘર આંગણે-સોસાયટીમાં વધ્યું

ગણેશ મહોત્સવના ત્રીજા દિવસથી શહેર સહિત જિલ્લામાં ગણેશ વિસર્જનની શરૂઆત થઈ ગઈ છે. કોરોના ઈફ્કેટ અને પર્યાવરણની જાગૃતિને પગલે અનેક લોકો હવે માટીની મૂર્તિઓ લાવીને ઘરે જ વિસર્જન કરતાં થયા છે. ત્યારે કોર્પોરેશન દ્વારા પણ નાગરિકો ગણપતિનું વિસર્જન કરી શકે તે માટે સંત સરોવર ખાતે કુંડ બનાવાયા છે. બીજી તરફ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર. ડી. સિંહે જાહેરનામું બહાર પાડ્યું છે.

જેમાં ભાટ, કરાઇ, ઘોળેશ્વર તથા ઇન્દિરાબ્રિજની ગાંધીનગર સાઇડ બાજુ મૂર્તિ વિસર્જન સામે પ્રતિબંધ લગાવ્યો છે. જિલ્લા ચાર તાલુકામાં બનાવવામાં આવેલા કૃત્રિમ કુંડોમાં જ મૂર્તિનું વિસર્જન કરી શકાશે. ગણેશ ઉત્સવ બાદ ત્રીજા, પાંચમા, સાતમા, નવમા અને અગિયારમા દિવસે મૂર્તિઓનુ વિસર્જન ભક્તો દ્વારા કરાતું હોય છે.

નદી તથા કેનાલમાં ગણેશ વિસર્જન સમયે પાણીમાં ડુબવાની ઘટનાઓ અને પાણી તથા પર્યાવરણમાં થતાં પ્રદુષણને અટકાવવા માટે આ જાહેરનામુ બહાર પડાયું છે. ગણેશ વિસર્જન સમયે મોટી સંખ્યામાં આવતા લોકોને કારણે અકસ્માતની ઘટના ન સર્જાય તે માટે ટોળામાં વિસર્જન કરવા સામે પણ પ્રતિબંધ મુકાયો છે. જાહેરનામું 10 સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે.

અન્ય સમાચારો પણ છે...