તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:ગાંધીનગર મનપાની ચૂંટણી માટે ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ, 170 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા, સોમવારે ચિત્ર સ્પષ્ટ થશે

ગાંધીનગર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કુલ 63 ઉમેદવારી ફોર્મ રદ કરવામા આવ્યા

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી તેમજ અપક્ષ મળી ને 233 ફોર્મ ભરાયા હતા ત્યારે આજે પાંચ ચૂંટણી અધિકારી સમક્ષ તમામ ફોર્મ ની ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં ફોર્મ પ્રકાશની ના અંતે 63 ઉમેદવારોના ફોર્મ રદ કરી દેવામાં આવતા હવે 170 જેટલા ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીમાં કુલ 233 ફોર્મ ભરાયા હતા, જેમાં સૌથી વધુ વોર્ડ નંબર 6માં 26 અને સૌથી ઓછા ફોર્મ નંબર 7માં 14 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા કલેકટર કચેરી ખાતે ફોર્મ ભરવાના અંતિમ દિને મોટી સંખ્યામાં ઉમેદવારો સાથે તેમના સમર્થકો ઉમટી પડતા તંત્રને ટોકન સિસ્ટમ લાગુ કરવાની ફરજ પડી ગઈ હતી. ત્યારે આજે શનિવારે પાંચ ચૂંટણી અધિકારી સમક્ષ 233 ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવી હતી.

જેમાં વોર્ડ નંબર એકમાં 5, વોર્ડ નંબર 2 માં 7, વોર્ડ નંબર ત્રણમાં 6, વોર્ડ નંબર ચાર માં 9,વોર્ડ નંબર 5 માં 6,વોર્ડ નંબર છમાં 10 ,વોર્ડ નંબર સાત માં એક ,વોર્ડ નંબર 8માં 4, વોર્ડ નંબર નવ માં 6, વોર્ડ નંબર 10 માં ચાર, અને વોર્ડ નંબર 11 માં આઠ એમ કુલ 63 જેટલા ફોર્મ ચૂંટણી અધિકારીએ રદ કરી દીધા હતા. જેમાં મોટાભાગે રાજકીય પક્ષોના ડમી ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.

જેથી હવે વોર્ડ નંબર એકમાં 21, વોર્ડ નંબર 2 માં 13 ,વોર્ડ નંબર ત્રણમાં 14 ,વોર્ડ નંબર ચાર માં 14, વોર્ડ નંબર 5માં 13 ,વોર્ડ નંબર છ માં સૌથી વધુ 16, વોર્ડ નંબર 7માં 14, વોર્ડ નંબર 8માં 16 ,વોર્ડ નંબર 9માં 15, વોર્ડ નંબર 10 માં 16 ,અને વોર્ડ નંબર 11 માં 14 એમ કુલ મળી 170 જેટલા ઉમેદવારો કોર્પોરેશનની ચૂંટણી જંગમાં રહ્યા છે. ત્યારે આગામી સોમવારે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસ બાદ કોર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવારોનો અંતિમ ચિત્ર સ્પષ્ટ જોઈ શકાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો