તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:2 રિક્ષાચાલક, 2 પકોડીની લારીવાળા સામે કાર્યવાહી

ગાંધીનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતાં

ગાંધીનગર તાલુકામાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતા પોલીસે 2 રિક્ષાચાલકો અને પકોડી વેચતાં બે લોકો મળી કુલ ચાર સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો. તેમજ તેમની સામે કાર્યવાહી પણ હાથ ધરી હતી. પોલીસની ટીમ રાંધેજા ચોકડી ખાતે વાહન ચેકિંગમાં હતી ત્યારે માણસા તરફથી આવેલી એક રીક્ષામાં વધુ પેસેન્જર બેસેલા જોવા મળ્યા હતા. જેને પગલે પોલીસે નરોડાના પિયુશ વિનોદભાઈ વાઢેર (31 વર્ષ, રહે-લક્ષ્મીનગર) સામે કાર્યવાહી કરી હતી. આ તરફ પેથાપુર બસ સ્ટેન્ડ પર વધુ પેસેન્જર બેસાડનાર રીક્ષા ચાલક દિલીપ કાળાભાઈ દંતાણી (35 વર્ષ, રહે-પેથાપુર) સામે પણ પોલીસે ગુનો નોંધ્યો હતો.

તો કુડાસણમાં વીટીસી કોમ્પ્લેક્ષમાં રજવાડી ગાંઠીયા સેન્ટરની બાજુમાં ભોલેનાથ પાણીપુરી સેન્ટરના કાઉન્ટર પર આઠ લોકોને ભેગા કરીને પાણીપુરી પીરસાઈ રહી હતી. જેને પગલે પોલીસે પાણીપુરી વેચતા કરોડેલાલ ઉર્ફે રાજુભાઈ શ્રીરામભાઈ કોરી (26 વર્ષ, સે-15 ફતેપુરા) સામે કાર્યવાહી કરીને વલાદ ગામે શક્તિનગર રોડ પર પકોડીની લારી પર ભીડ થતા લારીવાળા રફીક મોહમંદભાઈ મનસુરી (34 વર્ષ) સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જો કે, કેસમાં વધારો થવા છતાં આ પરિસ્થિતિ સર્જાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો