તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષક દિનની ઉજવણી:જિલ્લા અને તાલુકા કક્ષાએ પારિતોષિકની ગ્રાન્ટ ફાળવાશે

ગાંધીનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં શિક્ષક દિનની ઉજવણી કરાઈ
  • શિક્ષક દિન નિમિત્તે એકત્રિત કરેલો ફાળો DEOએ બેન્કમાં જ જમા કરવાનો રહેશે : 5મી સપ્ટેમ્બરથી એક સપ્તાહ સુધી કરવાનો રહેશે

જિલ્લા-તાલુકાકક્ષાએ પારિતોષિક વિજેતા શિક્ષકોના સન્માનનો કાર્યક્રમ યોજવા માટે શિક્ષણ વિભાગમાંથી જરૂરી ગ્રાન્ટ આપવામાં આવશે. ઉપરાંત શિક્ષક દિન નિમિત્તે સપ્તાહ સુધી ફાળો એકત્રિત કરવાનો રહેશે. બાદ એકત્રિત થયેલા ફાળાને ડીઇઓએ બેન્ક ખાતામાં જમા કરાવવાના રહેશે તેવો આદેશ શિક્ષણ વિભાગે કર્યો છે.

બાળકોના વિકાસમાં માતા અને પિતાની સાથે સાથે શિક્ષકનો જ એટલો ફાળો હોય છે. ત્યારે શિક્ષકોની કામગીરીને બિરદાવવા માટે દર વર્ષે તારીખ 5મી, સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે. શિક્ષક દિન નિમિત્તે શિક્ષણ ક્ષેત્રે કરાલી શ્રેષ્ઠ કામગીરી જે બાળકના જીવનમાં ઉપયોગી બની રહે તેમજ સમાજને પણ એક નવી દિશા મળે તેવી કામગીરી બદલ શિક્ષકોને પારિતોષિક આપીને સન્માનિત કરવામાં આવે છે.

જોકે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષકોની શ્રેષ્ઠ કામગીરી બદલ તારીખ 5મી, સપ્ટેમ્બરે પારિતોષિક આપીને સન્માનિત કરવામાં આવે છે. જોકે શિક્ષણ વિભાગ દ્વારા તાલુકાકક્ષા, જિલ્લાકક્ષા અને રાજ્યકક્ષાએ શિક્ષકોને પારિતોષિક એનાયત કરીને સન્માન કરાય છે.આથી જિલ્લા અને તાલુકાકક્ષાએ પારિતોષિક માટેની જરૂરી ગ્રાન્ટ શિક્ષણ વિભાગ દ્વારા અપાશે. ફાળો એકત્રિત 5 સપ્ટેમ્બરથી એક સપ્તાહ સુધી કરવાનો રહેશે. ત્યારબાદ એકત્રિત કરેલા ફાળાને નેશનલ ફાઉન્ડેશન ઓફ ટીચર્સ વેલ્ફેર ફંડના બેન્ક ખાતામાં જમા કરવાનો પણ આદેશમાં ઉલ્લેખ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...