કેન્દ્ર સરકારે ગત સપ્ટેમ્બરમાં જાહેર કરેલી વ્હિકલ ફિટનેસ ટેસ્ટિંગ પોલિસી અને સ્ક્રેપિંગ પોલિસી હેઠળ ગુજરાતમાં વાહનોના ફિટનેસ ટેસ્ટિંગ માટેના ખાનગી સેન્ટરોને મંજૂરી આપતી પોલીસી ગુજરાત સરકારે જાહેર કરી છે. પીપીપી ધોરણે રાજ્યભરમાં ફિટનેસ સેન્ટરો ઉભા કરવામાં આવશે. ભારે વાહનો માટે પ્રથમ આઠ વર્ષ સુધી દર બે વર્ષે અને તે પછી દર વર્ષે જ્યારે ખાનગી હળવા વાહનો માટે 15 વર્ષે અને તે પછી દર પાંચ વર્ષે ફિટનેસ સર્ટિ મેળવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
ક્યા વાહન માટે કેટલી ટેસ્ટિંગ ફી લેવાશે
વાહન | 15 વર્ષ પછી | 15 વર્ષ પહેલાં |
બાઇક | 400 રૂ. | 500 રૂ. |
થ્રી વ્હિલર- કાર | 600 રૂ. | 1000 રૂ. |
મિડીયમ-હેવી | 1000 રૂ. | 12300 રૂ. |
અન્ય વાહનો | ---- | 1500 રૂ. |
વાહન વ્યવહાર મંત્રી પુર્ણેશ મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકારની પોલિસી હેઠળ ઓટોમેટિક ફિટનેસ ટેસ્ટિંગ માટેની પોલિસી લાવનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે, અત્યારસુધીમાં સરકારને આવા સ્ટેશન સ્થાપવા માટે 144 અરજીઓ મળી છે. એક કંપની અથવા અરજદાર વધુમાં વધુ 10 સ્ટેશનો સ્થાપી શકશે. સેન્ટર માટે જમીન, બાંધકામ, અદ્યતન મશીનરી, સ્ટાફ સહિતનું માળખું પોતાના ખર્ચે તૈયાર કરવાનું રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.