બદલીની શક્યતા:રાજકુમાર મુખ્ય સચિવ પંકજ કુમાર GSFCના MD બની શકે; ટર્મ પૂરી થાય તે પહેલાં મુખ્ય સચિવ ખસેડવાની પ્રથમ ઘટના

ગાંધીનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક

વર્તમાન કેન્દ્રીય ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ વિભાગના સેક્રેટરી અને 1987 બેચના આઇએએસ અધિકારી રાજ કુમારને હવે સીધા જ મુખ્ય સચિવ બનાવાય તેવી ભરપૂર શક્યતા છે. રાજ્ય સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ કુમારને મુખ્ય સચિવ બનાવાય તેવો હુકમ હવે ગણત્રીના દિવસોમાં જ બહાર પડી જશે. જ્યારે વર્તમાન મુખ્ય સચિવ પંકજ કુમારને ખસેડીને તેમને જીએસએફસીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનો હવાલો અપાય તેવું જાણવા મળ્યું છે.

મુખ્ય સચિવને ચાલુ ટર્મે ખસેડાયા હોય તેવું ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર બનશે. આ અગાઉ એવી વાતો વહેતી થઇ હતી કે તેમને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ બનાવાશે અને પંકજ કુમાર મે મહિનામાં નિવૃત્ત થાય તે બાદ રાજકુમાર મુખ્ય સચિવ બનશે.

અન્ય સમાચારો પણ છે...