જૈફ વયે સાચો નાગરિક ધર્મ:ગાંધીનગર મનપા ચૂંટણીમાં વડાપ્રધાનનાં 99 વર્ષીય માતા હીરાબાએ વોર્ડ-10માં મતદાન કર્યું, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો

ગાંધીનગર18 દિવસ પહેલા
  • રાયસણ ખાતેના સર્વોદય વિદ્યાલયનાં મતદાન કેન્દ્ર પર પરિવાર સાથે હીરાબા પહોંચ્યા

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જંગના મહા સંગ્રામમાં 11 વોર્ડની 44 બેઠકો માટે આજે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાએ રાયસણના વોર્ડ નંબર-10નાં રૂમ નંબર-4ના મતદાન મથક-6 પરથી મતદાન કરી ગાંધીનગરની પ્રજાને મતદાન કરવાં માટે સંદેશો પાઠવ્યો હતો.

ગાંધીનગર મનપા વિસ્તારમાં 11 વોર્ડમાં 44 બેઠકો માટે 2.82 લાખ મતદારો હાલમાં શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યું છે. મનપા ચૂંટણી માટે 284 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે. જે પૈકી 144 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. આ મતદાન મથકો ઉપર સ્થાનિક પોલીસની સાથે એસઆરપી જવાનોને પણ ફરજ સોપવામાં આવી છે.

આ પણ વાંચોઃ ગાંધીનગર મનપા ચૂંટણીઃ ક્યાં કેટલું મતદાન

વોર્ડ દીઠ નજર કરીએ તો વોર્ડ નં.1માં 7, વોર્ડ નં.2માં 8, વોર્ડ નં.3માં 14, વોર્ડ નં.4માં 16, વોર્ડ નં.5માં 21, વોર્ડ નં.6માં 17, વોર્ડ નં.7માં 24, વોર્ડ નં.8માં 4, વોર્ડ નં.9માં 10, વોર્ડ નં.10માં 2 અને વોર્ડ નં.11માં 6 મથકો સંવેદનશીલ છે. જ્યારે વોર્ડ નં.2ના 2 અને વોર્ડ નં.4માં 4 જેટલા મતદાન મથકો અતિ સંવેદનશીલની યાદીમાં મૂકવામાં આવ્યા છે.

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 99 વર્ષીય માતા હીરાબા પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવી પહોંચ્યા હતા. હીરાબા આવવાના હોવાથી અત્રેના મતદાન મથક કેન્દ્ર પર સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...