ચૂંટણીનો પ્રચાર:વડાપ્રધાન મોદી પૂર્વમાં રોડ શો અને જાહેરસભા કરશે

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • સ્થાનિક સંગઠનના નેતાઓની તૈયારી શરૂ
  • આ કાર્યક્રમ અંગે સ્થળ ફાઇનલ કરાયું નથી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર ભાજપ અને કોંગ્રેસ તેમ જ આમ આદમી પાર્ટી જોરશોરથી કરી રહી છે. આ સાથે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આગામી 28 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો અને જાહેરસભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

જોકે હજુ કાર્યક્રમ નક્કી થયો નથી. ભાજપનો ગઢ ગણાતા અમદાવાદમાં આમ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રચાર કરવાની જરૂર પડે નહીં, પણ પૂર્વની બેઠકો પર અત્યારે રસાકસી વધારે છે, તેથી અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો કે જાહેર સભા યોજાય તેવા પ્રયાસ થઇ રહ્યા છે.

બુધવારથી મોદી ફરી બે દિવસ ગુજરાતમાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસના વિરામ બાદ ફરી બુધવારે ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. બે દિવસમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 8 સ્થળોએ રેલી અને સભા સંબોધશે. ગુજરાતમાં સતત પ્રવાસ અને ચૂંટણી સભાને સંબોધન કર્યા બાદ સોમવારે સાંજે વડાપ્રધાન મોદી દિલ્હી પરત ફર્યા હતા અને એક દિવસના વિરામ બાદ ફરી 23મીએ તેઓ ગુજરાત આવશે. 23મીએ મહેસાણા, દાહોદ, વડોદરા અને ભાવનગર જ્યારે 24મીએ પાલનપુર, મોડાસા, દહેગામ અને બાવળા ખાતે સભા સંબોધશે.

અન્ય સમાચારો પણ છે...